સામાન્ય રીતે જ્યારે તમે બાઇક અથવા તો કોઇ વાહન લઇને જતા હોવ અને જો ટ્રાફિકના નિયમોનો ભંગ કરો તો પોલીસ દ્વારા દંડ કરવામાં આવે છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક તસવીર ખૂબ વાયરલ થઇ રહી છે. આ તસવીરની અંદર એક પોલીસકર્મી એક બાઇકચાલક સામે બે હાથ જોડીને ઉભો છે. તમને થશે કે દંડ કરવાના બદલે પોલીસકર્મી હાથ જોડીને કેમ ઉભો છે? આ સવાલનો જવાબ છે કે બાઇક પર ત્રણ કે ચાર નહીં પરંતુ સાત વ્યક્તિ બેઠા છે. આ પોલીસકર્મીએ દંડ ફટકારવાના બદલે બે હાથ જોડી લીધા. તેણે બાઇકસવાર લકોને વિનંતિ કરી કે આવું ના કરો. આ પોલીસકર્મીનું નામ છે ચંદન. અત્યારે આ ફોટો પરથી જાતભાતના મીમ પણ બની રહ્યા છે.(જી.એન.એસ)