સોશિયલ મિડિયા સાઇટ પર સતર્ક રહો

0
39
Share
Share

સારી નોકરી મેળવી લેવા ઇચ્છુક છો તો સાવધાન રહેવાની જરૂર
હાલમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં એવી બાબત નિકળીને સપાટી પર આવી છે કે જો તમે ફેસબુક પ્રોફાઇલ પર વિવાદાસ્પદ વિષયો પર કેન્દ્રિત વિચાર રજૂ કરવાની ટેવથી ગ્રસ્ત છો તો નોકરી મળવામાં પરેશાની આવી શકે છે. સાથે સાથે જો નોકરી કરો છો તો નોકરી જવાનો ખતરો પણ રહે છે. અમેરિકામાં પેનસિલ્વેનિયા સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ હાથ ધરવામાં આવ્યા બાદ આ અંગેની રસપ્રદ માહિતી જારી કરવામાં આવી છે. શોધમાં સામેલ રહેલા લોકો માને છે કે જે લોકો સોશિયલ મિડિયા પર આત્મકેન્દ્રિત અથવા તો હટધર્મી હોય છે તેમને જોબ આપવા માટે ઇચ્છુક લોકો પસંદ કરતા નથી. ઇન્ટરનેશનલ જર્નલ ઓફ સિલેક્શન એન્ડ એસેસમેન્ટમાં પ્રકાશિત કરવામાં આવેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે નોકરી આપનાર લોકો સોશિયલ મિડિયામાં નોકરી મેળવવા માટે ઇચ્છુક રહેલા લોકોના વર્તનને ધ્યાનમાં લેતા રહે છે. નકારાત્મક કન્ટેન્ટની સીધી અસર થાય છે. શોધ કરનાર લોકોએ ત્રણ નકારાત્મક વિષયના પ્રભાવમાં તપાસ હાથ ધરી છે. આત્મમુગ્ધતા, હટધર્મિતા અને આલ્કોહલ તેમજ ડ્રગના ઉપયોગ ભરતી કરનાર મેનેજરની નિર્ણય શક્તિ પર અસર કરે છે. અભ્યાસ કરનાર નિષ્ણાંતોએ જુદી જુદી પ્રકારની સંસ્થાઓના ૪૩૬ હાયરિંગ મેનેજર્સને ચૂંટી કાઢ્યા હતા. જે પૈકી ૬૧ ટકા તો હોસ્પિટાલિટીમાં સામેલ હતા. બાકીના માહિતી પ્રસારણથી લઇને આરોગ્યના ક્ષેત્રમાં સક્રિય હતા. શોધ કરનાર લોકોએ દાવો કર્યો છે કે સોશિયલ મિડિયામાં આત્મમુગ્ધતાથી ઉમેદવારની રોજગાર લાયકાત પર માઠી અસર કરે છે. જોબમાં ભરતી કરનાર લોકોના દિમાગ પર ડ્ર્‌ગ અથવા તો આલ્કોહલ કરતા હટધર્મિતા કરતા પણ વધારે અસર અને નકારાત્મક અસર આત્મમુગ્ધતાથી બને છે. શોધ કરનાર લોકો કહે છે કે સોશિયલ મિડિયા પર સામાન્ય રીતે દરેક વ્યક્તિને પોતાની વાત રજૂ કરવાની તક રહે છે. આધુનિક સમયમાં સોશિયલ મિડિયા સાઇટ્‌સ દરેક વ્યક્તિને તેના વિચારો રજૂ કરવા માટે પ્રેરિત કરે છે. આ રીતે માનવી આત્મમુગ્ધતાના ઇન્ક્યુબેટર બની જાય છે. અભ્યાસ કરનાર લોકોએ કહ્યુ છે કે હાયરિગં મેનેજર્સની નજરમાં જે વ્યક્તિ આત્મમુગ્ધ છે અને માત્ર પોતાની ઇચ્છા શક્તિ અંગે જ વાત કરતા રહે છે તેમની છાપ ખરાબ રહે છે. તેમના અંગે હાયરિંગ મેનેજર માને છે કે આ પ્રકારની વ્યક્તિ સંસ્થા અથવા તો તેમના અન્ય કર્મચારી અંગે વિચારણા કરી શકે તેમ નથી. સોશિયલ મિડિયાના વિવાદાસ્પદ વિચારને પ્રગટ કરવા માટે તમામને યોગ્ય મંચ આપ્યુ છે પરંતુ સાવધાનીપૂર્વક ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે. જે લોકો વિભાજનકારી વિષય પર પોસ્ટ કરે છે જે વધારે તર્કશીલ હોય છે. સાથે સાથે ઓછા કોઓપરેટિવ હોય છે. આ પ્રકારના લોકો કોઇ એક જોબ માટે ઉમેદવાર તરીકે રિજેક્ટ થઇ શકે છે. નશાનો ઉપયોગ પણ ખતરનાક છે. ટીમે શોધી કાઢ્યુ છે કે આલ્કોહલ અને ડ્રગનો ઉપયોગ કરનાર સામગ્રી હાયરિંગ મેનેજર્સના દ્રષ્ટિકોણને પ્રભાવિત કરે છે. જો કે આત્મમુગ્ધતા અને હઠધર્મિતાની તુલનામાં તે ઓછી અસર કરે છે. શોધ કરનાર લોકોએ સલાહ આપતા કહ્યુ છે કે કોઇ પણ વ્યક્તિને સોશિયલ મિડિયા સાઇટ્‌સ પર જોબ સર્ચ કરતી વેળા આત્મમુગ્ધતા, હટધર્મિતા અને શરાબ અથવા તો ડ્‌ગના ઉપયોગની ટેવ અંગે માહિતી આપવી જોઇએ નહીં.અભ્યાસ કરનાર ટીમના નિષ્ણાંતો દ્વારા ઉમેદવારોને એક બાબત આપી હતી. જેમાં કાલ્પનિક નોકરીના ઉમેદવારોએ સવાલના સારા જવાબ આપ્યા હતા. શોધ કરનાર લોકોએ ઉમેદવારોથી તેમના ફેસબુક પેજ અને પ્રોફાઇલના ઘટક તત્વોની સમીક્ષા કરવા માટે કહ્યુ હતુ. સાથે સાથે રોજગારની યોગ્ય રેટિંગ અંગે વાત કરી હતી. દરેક ઉમેદવારોને ૧૬ જુદી જુદી ફેસબહુક પ્રોફાઇલ જોવા માટે તેમને કહેવામાં આવ્યુ હતુ. આખરે આ બાબતમાં વધારે મુશ્કેલી નડી હતી. આ તમામ તારણ બાદ શોધ કરનાર લોકો આ તારણ પર પહોંચી ગયા હતા. સોશિયલ મિડિયા પર સાવધાન રહેવાની હમેંશા જરૂર હોય છે. સોશિયલ મિડિયા પ્રોફાઇલ પર કોઇ કન્ટેન્ટ મુકતા પહેલા વિચારણા કરવાની જરૂર હોય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here