સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક ફરજિયાત… કોરોના રસી માર્ચમાં આવી શકે…..!

0
22
Share
Share

(જી.એન.એસ,હર્ષદ કામદાર)

વિશ્વભરમા કોરોના વાયરસે મોટાભાગના દેશોને પોતાની ચપેટમાં લઈ લીધા છે. વિવિધ દેશો કોરોના મારક રસીની શોધમાં ખૂંપી ગયા છે પરંતુ હજુ કોઈ પણ દેશને તેમાં સફળતા મળી નથી. ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા “હુ” એ જેને કોરોના મારક રસી ગણવામાં આવતી હતી તે રેમડીસીવીર, “ઇન્ટરફેરોન”, લોપિનાવિર રિટોનાવિર, તથા “હાઈડ્રોક્સીક્લોરોક્વિન” દવાની અસર મામૂલી દર્દી કે ગંભીર દર્દીના કેસમાં કોઇ અસર કરતી નથી. અને આ બધી દવાના અભ્યાસ કરવા માટે ૩૦ દેશોને આવરી લેવાયા હતા. વિશ્વના લોકો કોરોના મારક દવા માટે મોટી આશા સાથે  રાહ જોઈ રહ્યા છે. ત્યારે ભારતમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીશ્રીએ શુક્રવારે જણાવ્યું હતું કે હવે દેશમાં શિયાળાની એટલે કે ઠંડીની મોસમ શરૂથઈ રહી છે તે સાથે તહેવારો પણ શરૂ થાય છે…. ત્યારે કોરોના સામેની લડતમાં આવતા અઢી મહિના ખૂબ જ નિર્ણાયક બની રહેશે. દેશમાં કોરોના મારક ત્રણ રસી પર કાર્ય ચાલી રહ્યું છે. જે પૈકી એક રસી ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ પર છે. અને અન્ય બે રસી પર બીજા તબક્કામાં ક્લિનીકલી ટ્રાયલ ચાલી રહી છે. ત્યારે લોકો વધુ સજાગ બને અને કોરોના નિયમોનું ચુસ્તપણે પાલન કરે. જોકે ભારતમાં વિશ્વની સૌથી મોટી વેક્સિન નિર્માતા કંપની “સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા” એ એક રાહત રૂપ સમાચાર આપ્યા છે કે આવનાર માર્ચ મહિના સુધીમાં દેશને વેક્સિન મળી રહેશે. અત્યારે ભારતમાં વેક્સિનની શોધ ઝડપથી ચાલી રહી છે…… પરંતુ સાચી વાત એ છે કે હવે લોકોએ જ સાવચેત થઈ જવું પડશે. કારણ કે ઠંડા વાતાવરણમાં કોરોના વધુ ફેલાય છે એટલે લોકોએ સ્વયં પોતાની સુરક્ષા માટે મોઢે માસ્ક બાંધવાનુ, ડિસ્ટન્સ જાળવવાનું, હાથ ધોવાનું, ખાવા-પીવા તરફ સવિશેષ ધ્યાન રાખવાનું રહેશે……!

વિશ્વના દેશોને “હૂં”ની ચેતવણી અને ભારતના આરોગ્ય મંત્રાલયની કોરોના નિયમોનું પાલન કરવાની આમ લોકોને સૂચના. પરંતુ દેશમાં બિહાર રાજ્યની ચૂંટણી સાથે મધ્ય પ્રદેશ, ગુજરાત, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણીઓમાં પ્રચાર સભાઓ,રેલીઓ,મીટીગો યોજાઈ રહી છે જેમાં અનેક નાના મોટા નેતાઓ સહિત  કાર્યકરો કોરોના નિયમોને ઘોળીને પી ગયા હોય એવું જોવા મળે છે…. અનેકોના  મોઢે માસ્ક નથી હોતા, ડિસ્ટન્સની તો વાત જ નથી રહેતી… તો જે તે વિસ્તારોમાં ઉમેદવારના કાર્યાલયની નજીકમાં ચા-નાસ્તા સહિતની સુવીધાઓ ચાલુ થઈ ગઈ છે. બીજી તરફ નવરાત્રીના પવિત્ર તહેવાર માટે કેન્દ્ર સરકારે એક કલાકની એક પ્રકારે છૂટછાટ આપી છે કે માત્ર મૂર્તિ કે માતાજીનો ફોટો- માંડવડી સ્થાપિત કરી શકે, પૂજા-આરતી કરી શકે, પરંતુ ચરણ સ્પર્શ ન કરી શકે.અને લોકોએ તે માર્ગદર્શિકાનું પાલન પણ શરૂ કરી દીધું છે. પરંતુ દેશના પ્રખ્યાત માતાજીના મંદિરોમાં જય જયકાર થવા સાથે લોકોની ભીડ ઉમટી પડી હતી….. ત્યારે શ્રધ્ધાળુઓની સવાલી ચર્ચા મુજબ રાજકીય ભીડ કે જયા નિયમોનું પાલન થતું નથી….. તો શું આ કારણે કોરોના નહીં ફેલાય…..? જો માતાજીના ચરણ સ્પર્શથી કોરોના ફેલાવાનો ભય છે તો મતદાનમાં ઇવીએમ મશીનને હજારો લોકો સ્પર્શ કરશે અને મતદાન કરશે તો તેનાથી કોરોના નહિ ફેલાય……? એકાદ મતદાર કોરોના પોઝિટિવ હશે તો અન્ય મતદારો તેમાં કેવી રીતે બચી શકશે…..? અને આવી સવાલી ચર્ચાઓ વચ્ચે શ્રદ્ધાળુઓ, માઈ ભક્તો સરકાર સામે અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા સવાલી ચર્ચા કરે છે કે દેશમાં એકજ કાયદા માટે બે ત્રાજવા છે…. એક રાજકારણીઓ માટેનુ ત્રાજવુ અને બીજું સામાન્ય લોકો માટેનું ત્રાજવુ…..!

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here