સોરઠનાં સંત જલારામ બાપાની જયંતિ શનિવારે ઉજવાશે

0
14
Share
Share

જૂનાગઢનાં ભક્તિધામ સહિતનાં સ્થળોએ વર્તમાન સમયને ઘ્યાને લઈ આયોજન ઘડાયું

ગીરગઢડા, તા.૧૯

સૌરાષ્ટ્રનાં સંત શિરોમણી ભક્ત જલારામ બાપાની જન્મજયંતિ અનેક સ્થળોએ આગામી શનિવાર તા.૨૧ નાં રોજ કોરોનાની માર્ગદર્શિકાઓના ચુસ્ત પાલન સાથે ઉજવવા ઠેરઠેર જલારામ ભક્તો દ્વારા આયોજન ઘડવામાં આવેલ છે. જૂનાગઢનાં બાયપાસ ઝાંઝરડા ચોકડી ખાતે આવેલ જલારામ મંદિર (ભક્તિધામ) ખાતે શનિવારે જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવનાર છે.

વર્તમાન સમયમાં કોરોનાનો ફૂંફાડો માથું ઉંચકી રહયો છે ત્યારે કોરોનાને વધતો અટકાવવા સામાજીક આગેવાનો દ્વારા જલારામ જયંતિની ઉજવણી સાદાયથી કોરોનાની ગાઈડલાઈનનાં પાલન સાથે કરવામાં આવનાર છે. આ પ્રસંગે ભાવિકો-ભક્તોએ સાથ સહકાર આપવા જલારામ મંદિરના અગ્રણીઓએ અનુરોધ કરેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here