સોમવારે આકાશમાં ગુરુ-શનિની યુતિનો નજારા સાથે લાંબી રાત્રિ‘‘

0
36
Share
Share

ગુજરાતમાં યુતિનો નજારો પશ્ચિમ ક્ષિતિજે રાત્રિનાં સાડા આઠ કલાક સુધીમાં જોવા મળશે.
અમદાવાદ, તા.૧૯
બે ખગોળીય ઘટના બનવાની છે, તેમાં લોકો લાંબામાં લાંબી રાત્રિનો અનુભવ કરશે. આજ દિવસે આકાશમાં ગુરુ-શનિ યુતિનો અદભુત અવકાશી નજારો બનવાનો છે. બંને ગ્રહો વચ્ચે માત્ર ૦.૧ ડિગ્રીના અંતરે અતિ નજીક પશ્ચિમ ક્ષિતિજે ગુજરાતના નાગરિકો રાત્રિના સાડા આઠ કલાક સુધીમાં નજારો જોઈ શકશે. અવકાશી ઘટના નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અપીલ કરી છે.
તા. ૨૧ મી આકાશમાં ગુરુ-શનિ યુતિનો નજારો અદ્દભુત જોવા મળશે. હવે પછી વર્ષ ૨૦૪૦ વર્ષ ૨૦૬૦ અને ગ્રેટ કંજ કશન વર્ષ ૨૦૮૦ માં જોવા મળવાનું છે. સોમવારે પશ્ચિમ દિશામાં રાત્રિના નરી આંખે ઉપરાંત દૂરબીન, ટેલીસ્કોપ, વિજ્ઞાન ઉપકરણથી આહલાદક નજારો જોઈ શકાશે. ગુરુ-શનિ નજીક આશરે ૨૦ વર્ષે ખગોળીય ઘટના બને છે. હવે પછી આ જ પ્રકારે વર્ષ ૨૦૮૦ માં સૌથી નજીક જોવા મળશે. સૌરમંડળનો પાંચમો ગ્રહ ગુરુ અને શનિ છઠ્ઠો ગ્રહ છે. જયુપિટર ગુરુ ગ્રહ ૧૧.૮૬ વર્ષમાં સૂર્યની પરિક્રમા કરે છે શનિને લગભગ ૨૯.૫ વર્ષ સૂર્યની પરિક્રમા કરવામાં લાગે છે. દર ૧૯ ૬ વર્ષમાં આ બંને ગ્રહો નજીક આવે છે ત્યારે આવો યુતિનો નજારો સ્પષ્ટ જોઈ શકાય છે. વર્ષ ર૦૦૦ માં કંજકશન થયું હતું પરંતુ તે સમયે આ બંને ગ્રહ સૂર્ય તરફ હતા જેના કારણે લોકોને જોવામાં તકલીફ પડી હતી. આધુનિક ટેકનોલોજી ટેલીકોપમાં આહલાદક જોઈ શકયા હતા. . આ અવકાશી ખગોળીય ઘટના હોય તેનો મહત્તમ આનંદ ખગોળપ્રેમીઓ લુંટવાના છે.
વધુ માં જાથાના જયંત પંડયા જણાવે છે કે ગુરુને સૂર્ય ફરતે ૧.૮૬ વર્ષ લાગે છે. સૂર્યમાળાના ગ્રહો પૈકી સૌથી વિરાટ ગુરુને ૩૯ ઉપગ્રહોના કુટુંબ કબીલા સહિત ઓળખવામાં આવે છે. ગુરુ વાયુનો ગોળો છે. ગુરુના વાતાવરણમાં હાઈડ્રોજના દર ૧૦,૦૦,૦૦૦ અશુ સામે હિલીયમના ૭૮,૦૦૦, કાર્બનના ૧,૦૦૦, નાઈટ્રોજનના ૪૦૦, ઓકિસજનના ૩૦૦, સલ્ફરના ૪૦, યુટેરિયમના ૩૦, નિઓનના ૧૧, આગનના ૭.૫, ક્રિપ્ટનના ૭.૦૦૨૫ અને કેમોમન ૦.૦૦૦૦૦૦૦૦૧ અણુઓ છે. સપાટીનું મહત્તમ અને લઘુતમ તાપમાન -૧૫૦ઓ સેલ્શિયસ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here