સોમનાથ વિધાનસભાની બેઠક પર યુવક કોંગ્રેસનાં પ્રમુખપદે જગદીશ પરમારની વરણી

0
29
Share
Share

ગીરગઢડા, તા.૨૯

ગીર સોમનાથ જીલ્લાની સોમનાથ વિધાનસભા યુવક કોંગ્રેસ સમિતિના સંગઠનમાં જગદીશભાઈ બાબુભાઈ પરમારને ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ સમિતિના પ્રભારી હેમંત ઓગલેજી અને પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતની મંજુરીથી ગીરગઢડા તાલુકા યુથ કોંગ્રેસ સમિતિમાં પ્રમુખ પદે નિમણુંક આપવામાં આવી છે.

જૂનાગઢ : માધવ સંસ્થા દ્વારા બાળકોને નિધિકુંભ અર્પણ કરાયા

શ્રી રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાનના આશયથી અને દરેક બાળક મંદિર નિર્માણમાં એક ઈટ મુકવાનુ ગૌરવ લઈ શકે એ ભાવનાને ઉજાગર કરવા માધવ ક્રેડીટ કો.સોસા. જુનાગઢ દ્વારા આજરોજ બાળકોને નિધિ કુંભ આપવામાં આવ્યા અને શ્રી રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાન સંદર્ભે કાર્યકર્તાઓને જ્યારે બાળકોના પરિવારજનની મુલાકાત લે ત્યારે તેમને બચત કરેલી રકમનો નિધિકુંભ સમર્પીત કરી સહભાગી થવા સમજાવ્યું.

કાર્યક્રમની શરૂઆત પંચહાટડી સ્થિત રામમંદિરની વર્ષોથી સેવા સંભાળતા નાનજીભાઈ દતાણીના વરદ હસ્તે બાળકોને નિધિકુંભ આપીને કરવામાં આવી. આ કાર્યક્રમમાં સરમણબાપા સુત્રેજા, મશરુભાઈ, હિરેન રૂપારેલીયા, ડો.ગઢિયા, કેશુભાઈ દવે, ચિત્રોડાભાઈ, અશોકભાઈ ભટ, અમૃતભાઈ દેસાઈ, રાજુભાઈ જોબનપુત્રા ઉપસ્થિત રહી સર્વેએ ભારત માતાની પૂજા કરેલી.

માધવ સંસ્થા દ્વારા કોરોના કાળમાં ઉકાળો વિતરણ, સુંઠ પાવડર, કપૂર, આર્યુવેદિક અને હોમીયોપેથીક દવાઓ તેમજ તુલસીના છોડનુ વિના મુલ્યે વિતરણ પણ કરવામાં આવેલુ અનેક પરિવારોએ આ કાર્યક્રમોમાં જોડાઈને સંસ્થાને પ્રોત્સાહિત કરે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here