સોમનાથ મહાદેવ મંદિર સાનિઘ્યે અમૃત આહાર મહોત્સવનો પ્રારંભ

0
26
Share
Share

પ્રભાસ-પાટણ, તા.૨૬

ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ, તાલાળા, સુત્રાપાડા તાલુકામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા સંપૂર્ણ ગાય આધારીત ઓર્ગેનીક ફાર્મમાં ઉત્પાદિત વસ્તુઓનુ ખેડૂતો દ્વારા સીધે-સીધું વહેંચાણ કરી શકે

તે માટે ગીર સોમનાથ જીલ્લા આત્મા પ્રોજેકટ દ્વારા સોમનાથ મંદિર સામે આવેલા જૂના પ્રથિકાશ્રમ મેદાનમાં અમૃત આહાર મહોત્સવનો તા.૨૫ થી ૩૧ ડીસે.સુધી પ્રારંભ થયો છે.

પ્રોજેકટ ઓફિસર નીરવગીરી ગોસ્વામી કહે છે

આજે અહીં ૧૦ જેટલા સ્ટોલોમાં ગાય આધારીત સજીવ-પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત વસ્તુઓ ગ્રાહકોને સીધે-સીધું વેંચાણ કરી લોકો સારી પ્રવૃતિથી જાણકારી મેળવે તે માટે સરકાર તરફથી પ્લેટફોર્મ પુરુ પડાય છે. આ સ્ટોલમાં કઠોળ, દાળ, સીંગતેલ, ગોળ, અગરબત્તી ધૂપ, ગૌ-મૂત્ર અર્ક, ઘી, શાકભાજી, અમેરીકન મકાઈ, તલ સહિત વસ્તુઓ વેચાણ માટે મુકાઈ છે.

મહોત્સવમાં ભાગ લેનાર મગનભાઈ ભાલાણી-આંબળાશ ગીર કહે છે. ડો.સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષીથી બનાવેલ અમો સૌ લોકોના આરોગ્ય માટે રસાયણ વગરની ખેતીમાં ઉત્પાદીત વસ્તુઓ ખવડાવી સાચા અર્થમાં અન્નદાતા બની બધાના આરોગ્યની કાળજીનો ધર્મ બજાવીએ છીએ.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here