સોમનાથ મહાદેવ મંદિર દિવાળીના દિવસોમાં રૂ.૫૫૭૪૦૮૦ ની આવક થઇ

0
23
Share
Share

સોમનાથ તા.૨૧

કોરોના મહામારીને લીધે ગત વર્ષ કરતા આવેલ,આ  રૂ.૩૭ લાખનો ઘટાડો

ભારત દેશના બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ  એવા વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ  મહાદેવ મંદિરે  દિવાળીના તહેવારો, રજાઓમાં ભાવિકો, યાત્રિકો અને પ્રવાસીઓની ચહલપહલથી છલકાઈ ગયા હતા.દિવાળીના તારીખ ૧૩થી ૧૯ નવેમ્બર દરમિયાન દોઢ લાખ ભાવિકોએ સોમનાથમાં આવીને મહાદેવને શીશ ઝુકાવ્યું હતું.

આ આ દિવસો દરમિયાન ટ્રસ્ટને ૫૫૭૪૦૮૦ રૂપિયાની આવક સાત રૂપિયાની આવક થઇ હતી જે ગત વર્ષની રૂ.૯૩૨૦૦૦૦ સામે રૂ.૩૭ લાખ ઘટી હોવાનું ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયું છે. જયારે ૨૦૧૮ માં રૂ.૭૬ લાખ, ૨૦૧૭માં રૂ.૩૫ લાખ અને ૨૦૧૬માં રૂ.૬૦ લાખની આવક થઇ હતી. આ વર્ષની આવકમાં ઘટાડા પાછળ કોરોના મહામારી કારણભૂત હોવાનું જણાવાયું છે.

અત્રે એ નોંધનીય છે કે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સચિવ પ્રવીણભાઈ લહેરી તથા જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાની આગવી સૂઝ વચ્ચે સુપેરે આયોજનથી દર્શન પાસ પ્રથા વિનામૂલ્યે અને દર્શન સમય રાત્રીના ૧૦ સુધી રખાતાં ભાવિકોને પૂરતી સગવડતા સાથે દર્શનનો લાભ મળી રહ્યો છે. કોરોના મહામારીને ધ્યાને લઈને આ વર્ષે ટ્રસ્ટ દ્વારા કાર્તિક પૂર્ણિમા મેળાનું આયોજન રદ્દ કરાયું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here