સોમનાથ મહાદેવ દિવ્ય-ભવ્ય મંદિર દિવાળીના તહેવારોમાં દીપોત્સવીમય

0
20
Share
Share

ભાવિકો માટે બંધ રહેલુ ભોજનાલય આઠ માસ બાદ ખુલશે : અતિથીગૃહો સેનેટાઈઝ કરી ટીમની રચના કરાઈ

પ્રભાસ પાટણ, તા.૧૨

ભારતના બાર જ્યોર્તિલિંગ પ્રથમ દેવાધિદેવ ભગવાન સોમનાથ મહાદેવ મંદિર આજથી શરૂ થઈ રહેલા દિવાળીના દિવ્ય તહેવારોને અનુલક્ષી તડામાર તૈયારીઓ પૂર્ણ કરી છે.

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી-સચિવ પ્રવિણભાઈ લહેરી વતી વિગત આપતા ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા કહે છે. દિવાળીના તહેવારોમાં સમગ્ર સોમનાથ મંદિરમાં વિશાળ આકર્ષક રંગોળી દોરી તેની આસપાસ દિવડાઓ અને નૃત્ય મંડપના સ્થંભો પાસે અને દિગ્વિજય દ્વારથી મંદિર સુધીના દર્શન પથ ઉપર તેલ યુક્ત પ્રાચીન પરંપરાઓના ઝળહળતા દિવડાઓ સંઘ્યા સમયે પ્રગટાવવામાં આવશે.

પવિત્ર શ્રાવણ માસથી સોમનાથ મંદિર દર્શન-પ્રવેશ માટેના ઓનલાઈને ઓફ લાઈન પાસ પ્રથા ચાલુ જ રહેશે અને દિવાળી પર્વોમાં ભાવીકોની ભીડ વધવાની સંભાવના હોઈ દર્શન એન્ટ્રી પાસ ઈસ્યુ કરવાની પાસબારી જુના પથિકાશ્રમના વિશાળ મેદાનમાં ઉભી કરવામાં આવી છે. જેમાં વધુ વીન્ડો ઉપરાંત બેરીકેટ અને પાસ મેળવતી વખતે કોરોના તકેદારી ભાગરૂપે સોશ્યલ ડીસ્ટંશનના રાઉન્ડ વર્તુળો પણ અંકિત કરાયા છે જે વીન્ડો પાસ બારીથી છે ક મંદિર સુધી ભાવિકો દર્શન કરે છે ત્યાં સુધી દોરાયા છે.

સમગ્ર મંદિરને તહેવાર પૂર્વે ધોઈ-ધફોઈ સ્વચ્છ-કીટાણુ મુક્ત અને પવિત્ર વાતાવરણ અનુરૂપ કરવામાં આવ્યું છે. અને હાલ મંદિરમાં ત્રણ વખતની આરતી સમયે દર્શન પ્રવેશ બંધ રખાયેલ હોઈ ત્યારે તે અવકાશના સમયમાં દરરોજ ત્રણ ટાણાની આરતી પ્રસંગે સોમનાથ ટ્રસ્ટે બનાવેલી સેનીટેશન ટીમ સેનેટાઈઝડનો સ્પ્રે કરાતો રહે છે.

આવી જ રીતે ટ્રસ્ટ હસ્તકના મહેશ્વરી, લીલાવંતી અને સગાર દર્શન અતિથીગૃહો પણ ચાલુ કરીજ દેવાયા છે અને તેમા પણ નિયમીત સેનેટરાઈઝેશન થતુ જ રહે છે.

ટ્રસ્ટના ગેસ્ટ હાઉસનુ ઓનલાઈન બુકીંગ હોઈ જેથી ૭૦ ટકા ઉપરાંત બુકીંગ દિવાળી તહેવારોમાં થઈ ચુકયું છે.

ટ્રસ્ટના અતિથીગૃહ ભોજનાલયો કાર્યરત કરી દેવાયા છે અને વૈશ્વિક કોરોના મહામારીનો પ્રારંભ થયો ત્યારથી એટલે કે માર્ચ ૨૦ થી તકેદારીના ભાગરૂપે બંધ કરાયેલ સોમનાથ ટ્રસ્ટનુ ટોકન રાહતભાવનુ ભોજનાલય આઠ માસ જે બંધ હતુ  તે દિવાળીના દિવસથી શરૂ કરાશે.

તા.૧૩ થી ૧૬ સુધી સોમનાથ મંદિરે રંગોળી-રોશની દિવડા શણગાર અને મહાદેવને પર્વ શણગાર રહેશે. આ ઉપરાંત ટ્રસ્ટી હસ્તકના અતિથીગૃહો-ડોરમેટરીને રંગબેરંગી વિજ રોશનીથી ઝળહળાવવામાં આવશે અને અન્નકોટ પર્વે સોમનાથ મહાદેવ મંદિર, રામ મંદિર નૂતન અને ગીતા મંદિરે ભવ્ય અન્નકોટ દર્શન સુખ ભાવિકોને કરવા મળશે.

વિજયસિંહ ચાવડાએ એક સરસ વાત કહી કે આ વરસે હજુ ટ્રેન વ્યવહાર પુરતો શરૂ થયો નથી જેથી દેશ-વિદેશના ભાવિકો ઘરે બેસી સીધે-સીધા સોમનાથ મહાદેવના લાઈવ સાથે લક્ષ્મીપૂજનની પહેલ ટ્રસ્ટના ઈતિહાસમાં પ્રથમવાર જ કરવામાં આવી છે. જેમાં ટ્રસ્ટની વેબસાઈટ ઉપરથી ઓનલાઈન રૂા.૨૫૦ જે દર્શાવી વેબસાઈટમાં હોય તે રકમ ભરી દેતા તમને મંદિર તરફથી સુચીત કરવામાં આવશે કે પૂજાપાની અને કઈ-કઈ પૂજા સામગ્રીઓ તમારે ઘરે તૈયાર રાખી તા.૧૪-૧૧ ના બપોરે ૩ થી ૪.૩૦ ના શુભ મુહુર્તમાં મુખ્ય મંદિરમાંથી જ ભગવાન સાનિઘ્યમાં જ આપને લક્ષ્મીપૂજન કરાવવામાં આવશે જેને માટેની પુજારી તથા ડીઝીટલ વિભાગની ટીમ સતત કાર્યરત કરી દેવાઈ છે અને વિશ્વભરમાંથી આ ડીઝીટલ લક્ષ્મીપૂજન નોંધાશે. સોમનાથ મંદિરની સમગ્ર રંગબેરંગી થીમ બેઈઝડ વિદ્યુત અનન્ય દિવ્ય અનુભૂતિ કરાવે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here