સોમનાથ મંદિર પર વધુ ૫૩ સુવર્ણ કળશની સ્થાપના કરવામાં આવી

0
22
Share
Share

વેરાવળ,તા.૨૮
અંબાજી બાદ હવે સોમનાથ મહાદેવ મંદિર પણ સુવર્ણનું બનવા જઇ રહ્યુ છે. સોમનાથ મંદિર પર વધુ ૫૩ સુવર્ણ કળશની સ્થાપના કરવામાં આવી છે. રિલાયન્સ પરિવાર અને નથવાણી પરિવાર દ્વારા અનુદાનિત દાનની પૂજા કરવામાં આવી હતી. સોમનાથ મંદિરના નૃત્ય મંડપ પરના ૧૫૦૦ જેટલા કળશ સોનાના કરાશે. હાલ ૫૫૦ કળશ તો નોંધાઇ ચૂક્યા છે. ૧૩૦ કળશોની મંદિર શિખર પર સ્થાપના પૂર્ણ કરાશે. આ વિશે જાણવા મળી રહ્યું છે કે સોમનાથ મહાદેવ મંદિરનો ફરી સુવર્ણ યુગ તરફ પ્રયાણ થઈ રહ્યો છે.
સોમનાથ મંદિર પર વધુ ૫૩ સુવર્ણ કળશની સ્થાપના કરી દેવામાં આવી છે. જેના માટે રિલાયન્સ અને નથવાણી પરિવાર દ્વારા અનુદાનિત સુવર્ણ કળશની પૂજા પણ કરાઈ છે અને તેમને ધન્યતા અનુભવી છે. મંદિરના નૃત્ય મંડપ પરના ૧૫૦૦ જેટલા કળશો સુવર્ણમંડીત થવા જઈ રહ્યા છે. હાલ સોમનાથ મંદિર પરના ૫૫૦ જેટલા કળશો સુવર્ણ કળશ કરી દેવામાં આવ્યા છે. ૧૩૦ કળશો ની મંદિર શિખર પર સ્થાપના પૂર્ણ પણ કરી દેવામાં આવી છે.
જે સંદર્ભે ગઈકાલે (રવિવારે) રિલાયન્સ પરિવાર દ્વારા ૪૪ કળશ અને પરિમલ નથવાણી પરિવાર તરફથી ૧૧ કળશનું અનુદાન મળ્યું છે. અત્રે નોંધનીય છે કે થોડા દિવસો પૂર્વે જ સોમનાથ મંદિરના શિખરો ઉપર ૬૬ જેટલા સુવર્ણ મંદિર કળશ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ આજે વધુ ૫૩ સુવર્ણ કળશની પૂજા વિધિ પૂર્ણ થતાં આપવાની કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here