સોમનાથ મંદિરે અમિત શાહના જન્મદિને દિર્ધાયુષ્ય માટે મહાપુજા યોજાઈ

0
26
Share
Share

ગીરગઢડા તા.૨૨

શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી તથા કેન્દ્રિય ગ્રુહમંત્રી  અમિતભાઇ શાહના જન્મદિવસ નીમીતે  શ્રી સોમનાથ મહાદેવને વિશેષ પૂજા કરવામાં આવેલ.

આજરોજ શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી  અમિતભાઇ શાહના જન્મદિવસની ઉજવણી શ્રી સોમનાથ મંદિર  ખાતે કરવામાં આવેલ. તેઓના નિરામય આરોગ્ય  અને દીર્ઘાયુષ્ય  માટે  તીર્થ પુરોહિતો દ્વારા મહામ્રુત્યુંજય જાપ, આયુષ્યમંત્ર જાપ, સાથે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરના હસ્તે  મહાપૂજા કરવામાં આવેલ.

સોમનાથ ટ્રસ્ટના માન.અધ્યક્ષ ,તમામ ટ્રસ્ટીશ્રીઓ, અધિકારીઓ  સમગ્ર ટ્રસ્ટ પરિવાર તરફથી માન. ટ્રસ્ટી  અમિતભાઇ શાહને  જન્મદિવસે શુભેચ્છા પાઠવવામાં આવેલ. તેઓના નિરામય આરોગ્ય માટે   સોમનાથ મહાદેવને પ્રાર્થના કરવામાં આવેલ હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here