સોમનાથ દાદાને ધરવામાં આવેલ વસ્ત્રપ્રસાદીનું કલાકૃતિ પ્રદર્શન

0
15
Share
Share

ગીરગઢડા તા. ૧૬

પરંપરાગત પ્રણાલી અને નવા રંગરુપ સાથે સજાવટ તેમજ સ્વહસ્તે કરાયેલી કામગીરીને બીરદાવવા માટે તેમજ રોજગારી પ્રાપ્તી અવસર માટે તા. ૧૭ ઓકટોબર થી ૩ દિવસ દરમિયાન

કલા પ્રદર્શન સેલ તથા શ્રી સોમનાથજીને કરવામાં આવેલા વસ્ત્રપ્રસાદી વેચાણ માટેનું આયોજન શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે. પાયાના કારીગરોની ઉત્કૃષ્ઠ કાર્યશેલીને બિરદાવવા પ્રદર્શનની મુલાકાત લેવા સૌને આમંત્રણ પાઠવીએ છીએ. જેમાં કલાત્મક ચિજો જેવી કે હાથ વણાટ, ગુંથણ કામ, સીવણ કળા, રજવાડી સાફા, હેન્ડલુમ તથા અન્ય વસ્તુઓ તેમજ ભગવાન સોમનાથજીને પાડવામાં આવેલ વરસ પ્રસાદી (સાડી, ધોતી, શટર્, પેન્ટ પીસ વિગેરે ) પ્રદર્શનમાં રહેશે. સરકારની અનલોક – ૦૫ ગાઈડલાઈનનું ચુસ્ત અમલ સાથે તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

શ્રી સોમનાથ યાત્રિ સુવિધા કેન્દ્ર, શ્રી સોમનાથ માહેશ્વરી ભવનની સામે, બપોરે ૦રઃ૦૦ થી ૦૭ઃ૦૦, તા. ૧૭-૧૮-૧૯ ઓકટોબર ર૦ર૦ અને તા. ર૪-રપ-ર૬ ઓકટોબર ર૦ર૦નાં રોજ યોજાશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here