સોમનાથ તીર્થ ત્રિવેણી સંગમમાં ભાવિકો ઉમટ્યાં

0
19
Share
Share

પાટણ,તા.૧૩

ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં જે માસના સ્વામી બન્યાં છે. તેવા જપ-તપ-દાન અને પુણ્ય પ્રાપ્તિના મહિમાવંતા અધિક માસની પરમા એકાદશીએ આજે સોમનાથના પવિત્ર ત્રિવેણી સંગમે શ્રદ્ધાળુ ભાવિકો ઊમટ્યાં હતાં. પવિત્ર સંગમ નદીમાં સ્નાન કરી વિધી વિધાન પૂજા કરાવી પવિત્ર પુરુષોત્તમ માસ ભક્તિમાં પાવન બન્યાં હતાં. ગાયને ઘાસચારો આપવો, દાનપુણય કરવું. સોમનાથ મહાદેવના દર્શન કરવા તથા ભગવાન શ્રી કૃષ્ણના તીર્થો ભાલકા અને ગીતા મંદિર જઇ દર્શન પાઠ કરવા સહિતના ધર્મ કાર્યોથી પ્રભાસ ધર્મમય બન્યું છે. અધિક માસ હવે પૂર્ણતાને આરે છે. અને ત્રણ દિવસ બાકી રહ્યાં છે. ત્યારે સૌરાષ્ટ્ર આસપાસના શ્રદ્ધાળુઓ પાવનમય બનવા ઊમટી રહ્યાં છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here