સોમનાથ ટ્રસ્ટ સહયોગ અને ઉજ્જૈન નિવાસી પરમ સંત બાબા ઉમાકાન્તજી મહારાજની પ્રેરણાથી સેવા શરુ
પ્રભાસ પાટણ, તા.૧
સોમનાથ તીર્થ ખાતે સોમનાથ ત્રાસના સહયોગથી અને ઉજ્જૈન સ્થિત બાબા જયગુરુદેવ ધર્મ વિકાસ સંસ્થા પરમ સંત બાબા ઉમાકાન્તજી મહારાજની પ્રેરણા અને તેમના હસ્તે નિઃશુલ્ક અન્નક્ષેત્રનો પ્રારંભ થયો હતો.
સોમનાથ મંદિર એસટી ડેપો સામે અને મંદિરની નજીક આ અન્નક્ષેત્ર સવારે ૧૨ થી ૨ અને સાંજે ૮થી૧૦ સોમનાથ આવતા યાત્રિકો-ભાવિકોને વિના મુલ્યે ભોજન પ્રસાદી આપવાની સેવા શરુ કરાઈ છે. આ તકે બાબા જયગુરુદેવજી મહારાજસંસ્થાના સંત ઉમાકાન્તજી મહારાજ તેમજ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા અને એક્ઝિક્યુટિવ મેનેજર દિલીપ ચાવડા ખાસ હાજર રહ્યા હતા.