સોમનાથ ખાતે ફળ-શાકભાજીના નાના ધંધાર્થીઓને વિના મૂલ્યે છત્રીના તેમજ સ્માટર્ હેંડ ટુલ કીટના મંજુરી હુકમનું વિતરણ કરાયા

0
28
Share
Share

સાત પગલાં ખેડૂત કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત નાના ધંધાર્થીઓને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર કટીબધ્ધ – રાજ્યબીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવાઃગીર સોમનાથ જિલ્લામાં ૨ હજાર લાભાર્થીઓને છત્રીનું વિતરણ કરાશે

ગીરગઢડા તા.૨૬

મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી દ્વારા આજે ગાંધીનગર ખાતેથી સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત વધુ ત્રણ પગલાં જેવા કે ફળ- ફૂલ શાકભાજીના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી વિતરણ, સીમાંત ખેડૂતો અને ખેત મજૂરોને સ્માટર્ હેન્ડ ટુલ્સ કીટ અને કાંટાળી તારની વાડ માટેની યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જેના ભાગરુપે ગીર રસોમનાથ જિલ્લામાં ફળ-શાકભાજીના છુટક વિક્રેતાઓને આત્મનિર્ભર ગુજરાત પેકેજ અંતર્ગત વિના મૂલ્યે છત્રી તેમજ સ્માટર્ હેંડ ટુલ કીટ યોજનાના મંજુરી હુકમ રાજ્યબીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવા અને મહાનુભાવોના હસ્તે ફળ-શાકભાજીના લાભાર્થી  દીપકભાઈ મુરબીયા, જીવાભાઇ વાજા,  રમેશભાઈ કામડિયા, મોહનભાઈ વાસણ, ભારતીબેન ગઢીયા અને હેન્ડ ટુલ્સ કિટના લાભાર્થી જેસિંગભાઈ રાઠોડ, હરીભાઇ જાદવ, અરજણભાઈ ગોહિલ અને ભગતસિંહ મોરીને વિતરણ કરાયા હતા.

રામ મંદિર, સોમનાથ ખાતે આજે આત્મનિર્ભર ગુજરાત પેકેજ અંતર્ગત સાત પગલા ખેડૂત કલ્યાણ યોજનાના યોજાયેલ કાર્યક્રમમાં ચેરમેનશ્રી રાજશીભાઇ જોટવાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના સંવેદનશીલ અભીગમથી ગીરસોમનાથ જિલ્લાના છેવાડાના ખેડુતો સુધી પણ આ સહાય પહોંચાડવામાં વહીવટી તંત્ર અને ખેતીવાડી વિભાગ સજ્જ છે. સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત નાના ધંધાર્થીઓને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર કટીબધ્ધ છે.

નાયબ બાગાયત નિયામક એ.એમ.દેત્રોજાએ શાબ્દિક સ્વાગત કરી ફળ -શાકભાજીના છુટક વિક્રેતાઓને છત્રીનુ મહ્ત્વ સમજાવી તથા કાપણી બાદના ફળ અને સાકભાજીના ૩૫ % જેટલો થઇ રહેલ બગાડ અટકાવી શકાશે. તથા આવનાર સમયમાં મુલ્ય વર્ધન દ્વારા પણ  આવકમા વધારો કરવાનું સુચવ્યુ હતુ. મદદનીશ નિયામકશ્રી વિનય પરમારે લેબ ટુ લેન્ડ અભિગમથી વાકેફ કરી આત્મા ગીર સોમનાથની ટીમ, પ્રગતિશીલ ખેડૂતોને બીજા ખેડુતોને નાના પાયે તાલીમ આપવા તેમજ શિક્ષિત લોકો મોટા પ્રમાણમાં સારી ખેતી કરવા અને ખેતી સંલગ્ન વ્યવસાય સાથે જોડાવા, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ખેડુતોની આવક બમણી કરવાના સપનાને આ સાત પગલાની વિવિધ યોજનાઓમાં જોડાઇ પ્રયત્નો સાર્થક કરવા જણાવ્યું હતું.

ગીર સોમનાથ જિલ્લાના ૨૦૦૦ ફળ -શાકભાજીના છુટક ધંધાર્થીઓને વિના મુલ્યે છત્રીનું વિતરણ કરવામાં આવશે. ગત વર્ષ ૨૦૧૯-૨૦માં રાજ્ય સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા ૩૧૭૮ ખેડુતોને ૮.૭૮ કરોડની તેમજ બાગાયત વિભાગ દ્વારા ૨૧૭૯ ખેડુતોને ૩.૩૭ કરોડની વિવિધ યોજનાઓની સહાય આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવર, અગ્રણી ડાયાભાઇ જાલોનધરા, ધીરુભાઈ સોલંકી, માનસીભાઈ પરમાર સહિતના મહાનુભાવો સહભાગી થયા હતા. કાર્યક્રમનું આયોજન પ્રોજેક્ટ ડાઇરેક્ટર એમ. એમ. કાસોંન્દ્રાએ અને સંચાલન શિક્ષક દિપકભાઈ નિમાવતે કર્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here