સોમનાથ ખાતે નાતાલના તહેવારોમાં પ્રવાસીઓ ઉમટયા – ધાર્મિક ધનુર માસ-નાતાલ તહેવારોનો અનોખો સંગમ

0
22
Share
Share

તા.૨૪ થી શરૂ થયેલો પર્યટકોનો પ્રવાહ પાંચ દિવસમાં ૭૦ થી ૭૫ હજાર સુધી પહોંચ્યો : ડીસેમ્બર અંતે સમગ્ર માસમાં ત્રણ લાખ દર્શનાર્થીઓ દર્શનનો લાભ લીધો

પ્રભાસ-પાટણ, તા.૨૮

વિશ્વ પ્રસિઘ્ધ અને ભારતના બાર જ્યોર્તિલીંગ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિરે દર્શન-પૂજન અને પર્યટન અર્થે નાતાલના તહેવારોની રજાઓમાં પર્યટકોનો ભારે પ્રવાહ ઉમટયો છે. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા કહે છે નાતાલની રજાઓ અને લાંબા સમયની મંદી બાદ સોમનાથ ખાતે પ્રવાસીઓની સારી અવરજવર વધી છે. તા.૨૪મીની સાંજથી જ શરૂ થયેલા આ પ્રવાહ આજ ૨૮ તારીખ રાત્રી સુધીમાં ૭૦ થી ૭૫ હજાર દર્શનાર્થીઓ સોમનાથ દર્શન કરી ચૂકયા હશે.

ટ્રસ્ટના બધા અતિથિગૃહો ૯૦ ટકા જેટલા હાઉસફૂલ છે ટ્રસ્ટ સંચાલિત મંદિરમાં દર્શાવતા લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં પણ યાત્રિકોનો ભારે ધસારો રહે છે. જેથી જરૂર પડયે બે શો કરવાની સૂચના તે વિભાગના સંચાલકને આપી દેવાઈ છે. ટ્રસ્ટ તરફથી સરકારની કોરોના ગાઈડલાઈન અનુસાર વ્યવસ્થાઓ ગોઠવાઈ છે. મંદિર દર્શન માટે વિનામુલ્યે પાસ પ્રથા ઓનલાઈન અને ઓફ લાઈન કાર્યરત છે અને આ તહેવારમાં ભારે સંખ્યામાં યાત્રિકો આવતા હોય છે. જેથી જ્યારે જ્યારે ભીડ વધે છે ત્યારે ત્યારે મંદિર પરિસર એન્ટ્રીગેટથી યાત્રિકોને ટ્રસ્ટે નિયત કરેલ સમયપત્રકમાં સવારે ૧૧.૩૦ થી ૧૨.૩૦ અને સાંજે ૬.૩૦ થી ૭.૩૦ પરિસર સુધી પ્રવેશ બંધ રખાયેલ જે ભારી ભીડની વ્યવસ્થા રૂપે દર્શનાર્થીઓને એન્ટ્રીગેટથી દિગ્વિજય દ્વાર સુધી વ્યવસ્થા રૂપે દર્શનાર્થીઓને એન્ટ્રીગેટથી દિગ્વિજય દ્વાર સુધી વિશાળ જગ્યામાં આરતી ચાલુ હોય ત્યાં સુધી મંદિરમાં પચ્રવેશ નહીં પરંતુ વિશાળ પરિસરમાં પ્રવેશ આપી સુચારૂ વ્યવસ્થા ગોઠવાતી રહે છે.

નાતાલના દિવસોમાં સોમનાથ આવેલા ભાવિકો-પ્રવાસીઓ મહાત્મા ગાંધીજીને લગતા પ્રદર્શન નિહાળી શકે તે માટે તસ્વીર પ્રદર્શન ગુજરાત ટુરીઝમ તરફથી અને આત્મા પ્રોજેકટ તરફથી ઓર્ગેનીક ખેતપેદાશ ઉત્પન્ન વસ્તુઓના વેંચાણના સ્ટોલો મંદિર પાસે રખાયેલ છે. પ્રવાસીઓ દરીયાકિનારે, પવિત્ર ત્રિવેણી સંગમ, રામમંદિર, ભાલકા મંદિર ફરી રજાઓનો આનંદ માણે છે અને લાંબા સમયની મંદી પછી ધંધા-રોજગારમાં રાહત મળી છે. તા.૨૩ ડીસે. સુધી સમગ્ર માસમાં ૧ લાખ ૭૩ હજાર લોકોએ શિવ દર્શન કરી ધન્ય બન્યા. પછીની તારીખોના દર્શનાર્થીઓ સંખ્યા વિગત નીચે મુજબ. ડીસેમ્બર તા.૨૪/૧૨, તા.૨૫/૧૨, તા.૨૬/૧૨, તા.૨૭/૧૨ અને તા.૨૮/૧૨ રાત્રીના ૧૦ સુધીમાં અંદાજે ૧૩ હજાર દર્શનાર્થીઓ દર્શન કરશે. દર્શનાર્થીઓની સંખ્યા માપવા માટે ટ્રસ્ટ દર્શન એન્ટ્રી-બુકીંગ પાસ ઈસ્યુ, તદઉપરાંત દિગ્વિજય દ્વાર કે જે મંદિરમાં પ્રવેશવાનુ મુખ્ય દ્વાર છે ત્થા સેંન્સર લગાવેલ છે તેમા પણ ગણતરી નોંધાય છે તો એન્ટ્રી ચેકીંગ પોસ્ટ ખાતે તાપમાન ચેકીંગ સાથે સંખ્યા પણ નોંધાય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here