સોમનાથનાં ધારાસભ્યે કોરોનાને મ્હાત આપતા લોકોમાં હર્ષનો માહોલ

0
14
Share
Share

તમામ લોકોનો આભાર માનતા વિમલ ચુડાસમા

ચોરવાડ, તા.૧૪

૯૦ સોમનાથના યુવા લોકલાડીલા ધારાસભ્ય અને ચોરવાડ ન.પા.ના સદસ્ય વિમલભાઈ ચુડાસમા કોરોના સંક્રમિત થયેલ હતા અને તા.૩/૧૦ ના રોજ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ અને છેલ્લા કેટલાક દિવસથી સારવાર હેઠળ હતા પરંતુ પ્રજાજનો અને કાર્યકરોની દુવા અને પ્રાર્થનાથી ધારાસભ્યનો કોરોના રિપોર્ટ તા.૧૩ ના રોજ નેગેટીવ આવેલ છે જેથી ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા આભાર વ્યકત કરતા જણાવેલ કે કોરોના સંક્રમણ દરમિયાન પ્રજાજનો અને કાર્યકરો દ્વારા પ્રાર્થના અને દુવાઓ કરેલ તેમજ મને અને મારા પિરવારને દિલાસો આપ્યો અને સોશિયલ મીડીયા અન ેએસ.એમ.એસ. મારફત હિમ્મત આપવામાં આવેલ જે બદલ સર્વે પ્રજાજનો અને કાર્યકરોનો આભાર વ્યકત કરવામાં આવેલ તેમજ ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા જણાવેલ કે સોમનાથ દાદા અને ભવાની માતાજીની કૃપાથી ફરીથી લોકોની સેવામાં જોડાઈ લોકોની વચ્ચે રહી લોકોના કર્યો કરવા ફરીથી હાજર થયેલ છે. જેથી સોમનાથ મત વિસ્તાર અને ચોરવાડ શહેરના પ્રજાજનો અને કાર્યકરોમાં હર્ષની લાગણી જોવા મળેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here