સોમનાથથી પ્રાસલી સુધીના બિસમાર રોડને રીપેર કરવા માંગ

0
26
Share
Share

તાલાલાના ધારાસભ્ય બારડની સરકારમાં રજુઆત

લોઢવા, તા.૨૭

સોમનાથથી કોડીનાર નેશનલ હાઇવે (પેઇજ-૬) સોમનાથથી પ્રાસલી વચ્ચે બાયપાસ સિવાયના અંદાજીત ૮ કિલોમીટર રસ્તો અત્યંત બિસમાર બન્યો છે. તાલાલા સુત્રાપાડા વિસ્તારના ધારાસભ્યોની અને ગામડાના લોકોની આ રસ્તા બાબતે રજૂઆતો, જિલ્લા પંચાયતના સભ્યો અને ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા રજુઆતો મળતાં ધારાસભ્ય શ્રી ભગવાનભાઇ બારડ નેશનલ હાઈવે ડિવિઝન ગાંધીનગર ને પત્ર લખીને આ રસ્તાનું તાત્કાલિક રીપેરીંગ કામ  કરવાની રજૂઆત કરાઈ છે. આ રોડનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો આંદોલન કરાશે તેવી ધારાસભ્ય દ્વારા ચીમકી અપાઇ છે.

ધામળેજ બંદરના સમુદ્રમાં હોડી દુર્ઘટનામાં એકનું મોત

બીજાની લાશ લાપતાઃ દુર્ઘટનાગ્રસ્ત પરિવારજનોની મુલાકાત લેતા ધારાસભ્ય બારડ

ધામળેજ બંદરના સમુદ્રમાં ખારવા સમાજની એક હોડીના અકસ્માતમાં એક યુવાનું ઘટના સ્થળે મોત થયુ હતું. જયારે અન્ય એક યુવાનની લાશ લાપતા બનતા તંત્રએ શોધખોળ આદરી છે. બીજીબાજુ ખારવા સમાજ ઉપર આવી પડેલી કુદરતી આપત્તિ જાણ થતા આ વિસ્તારના ધારાસભ્ય ભગવાનજીભાઇ બારડ ધામળેજ બંદરે જઈને આ યુવાનના પરિવારને પરિવારને મળીને સાંત્વના પાઠવી હતી.

આ તકે તેમણે સરકારમાં રજૂઆતો કરીને નિયમ મુજબ મળતી સહાય અપાવવાની પણ ખાતરી આપી હતી. આ પ્રસંગે ખારવા સમાજના પટેલ બાબુભાઈએ રજૂઆત કરેલ કે મોટી બોટ દ્વારા નાની બોટોને અવારનવાર ઠોકરે ચડાવાય છે. આ અંગે ધારાસભ્ય ભગવાનભાઇએ સરકારમાં યોગ્ય રજૂઆત કરવાની ખાતરી આપી હતી.

આ તકે સરપંચ ઓઘડભાઈ,  માજી તાલુકા પંચાયત પ્રમુખ નારાયણભાઇ,  કોળી સમાજના પટેલ પાલાભાઈ, દલિત સમાજના અરશીભાઈ, ખારવા સમાજના બાબુભાઈ પટેલ, હરિભાઈ તેમજ પ્રેમજીભાઈ તથા ભરતભાઈ કાપડિયા અને મછિયારા સમાજના ગુરુભાઈ માજી પટેલ રતિલાલ સહિતના આગેવાનો જોડાયા હતા

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here