સોનૂ સૂદે અક્ષય કુમારને લઈને કહ્યું- અક્ષય કુમાર નોટ ખુબ ઝડપથી ગણે છે

0
19
Share
Share

મુંબઈ,તા.૦૨

બોલિવૂડ અભિનેતા સોનૂ સૂદે કોરોના કાળમાં જરૂરિયામંદોની મદદ કરવાનું અભિયાન ચલાવ્યું છે. કોઈને ઘરે પહોંચવાનું હોય, કોઈને ઘર બનાવવાનું હોય કે પછી કોઈપણ મુશ્કેલી હોય સોનૂ સૂદ મદદ કરવા માટે હંમેશા તૈયાર હોય છે. તે પોતાના આ કામોને લઈને જ આજકાલ ખુબ ચર્ચામાં છે. હવે સોનૂ સૂદે અક્ષય કુમારને લઈને વાત કરી છે. તેણે કહ્યું કે અક્ષય કુમાર નોટ ઝડપથી ગણે છે. હાલમાં જ નેહા ધૂપિયાના શો નો ફિલ્ટર નેહા સીઝન-૫માં સોનૂ સૂદ નજરે પડ્યો હતો. આ સમયે તેમણે બોલિવૂડના જાણીતા સ્ટાર્સ અને સુપરપાવર્સ વિશે પૂછવામાં આવ્યું હતું. ફરાહ ખાનને લઈને સોનૂ સૂદે કહ્યું કે તેને તમારા પર રાડો નાખવા માટે માઈકની જરૂર નથી. જો તે મુંબઈમાં બોલશે તો તેમનો અવાજ પંજાબ સુધી સંભળાશે.

આ પછી તેણે અક્ષય કુમારના સુપરપાવર વિશે જણાવતા કહ્યું હતું કે નોટ ખુબ ઝડપથી ગણે છે મિત્ર. જેટલા પૈસા કમાય છે તે ધડ ધડ ધડ ધડ ગણે છે. મને લાગે છે કે પૈસા ગણવાનું મશીન પણ લીધુ હશે. પરંતુ કહેતો હશે કે ખુબ ધીમી નોટોની ગણતરી કરે છે. તેને હટાઓ. હાલમાં સોનૂ સૂદે નેશનલ કરાટે પ્લેયરની સર્જરી કરાવવાની જવાબદારી લીધી છે. ટિ્‌વટર પર એક યુઝર્સે લખ્યું હતું કે સર મારી મિત્ર વિજેંદર કૌર એસજીએફઆઈ નેશનલ કરાટે પ્લેયર છે.

૭ મહિના પહેલા જાન્યુઆરીમાં પ્રેક્ટિસ દરમિયાન તેમના સીધા પગમાં ઘુંટણમાં ઈજા પહોંચી હતી. આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે તે સર્જરી નથી કરવા શકતી. અમે ઘણી જગ્યાઓ પર મદદ માંગી પરંતુ કોઈ ફાયદો ન થયો. મહેરબાની કરીને આપણા દેશની દિકરીની મદદ કરો. તેના જવાબમાં સોનૂ સૂદે લખ્યું હતું કે તું ફરીથી દેશ માટે રમશે. રિપોર્ટ શેર કરવામાં આવી છે. એક અઠવાડિયામાં તારી સર્જરી થઈ જશે. પોતાના પગ પર ઉભા થવા માટે તૈયાર થઈ જા મારા મિત્ર.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here