સોનુ સૂદ પર એફઆઈઆર કરવાની તૈયારીમાં મુંબઈ પોલીસ

0
29
Share
Share

મુંબઈ,તા.૩૦

રેસિડેન્શિયલ બિલ્ડિંગને હોટલ બનાવવાના કેસમાં બોમ્બે હાઇકોર્ટે એક્ટર સોનુ સૂદને રાહત આપવાની યાચિકા રિજેક્ટ કરી દીધી હતી. હવે મુંબઈ પોલીસ સોનુ વિરુદ્ધ એફઆઈઆર ફાઈલ કરવા માટે બીએમસીને પોતાનું સ્ટેટમેન્ટ ફાઈલ કરવા માટે કહી રહી છે. જુહુ પોલીસનું કહેવું છે કે તેમણે આ કેસમાં પ્રારંભિક તપાસ શરૂ કરી દીધી છે અને ટૂંક સમયમાં એફઆઈઆર ફાઈલ કરશે. પોલીસે બીએમસીને કહ્યું કે તે પોતાનું સ્ટેટમેન્ટ ફાઈલ કરાવવા માટે તેના એન્જિનિયરને પોલીસ સ્ટેશન મોકલે જેથી એફઆઈઆર ફાઈલ થઇ શકે. આ પહેલાં હાઇકોર્ટે યાચિકા નકારતા સોનુ સૂદે બીએમસીને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું, ’અમે આ કેસમાં પ્રારંભિક તપાસ શરૂ કરી દીધી છે.

બીએમસીને પોતાનું સ્ટેટમેન્ટ ફાઈલ કરાવવા માટે એન્જિનિયરને મોકલવા પણ કહેવામાં આવ્યું છે. સ્ટેટમેન્ટ રેકોર્ડ થઇ ગયા બાદ અમે સોનુ સૂદ પર હ્લૈંઇ ફાઈલ કરશું.’ ત્યાંના જ વેસ્ટ વોર્ડના સહાયક નગર આયુક્ત વિશ્વાસ મોતેએ કહ્યું, ’અમે પોલીસને એક વિસ્તૃત ફરિયાદ મોકલી છે. એન્જિનિયર કોરોના પોઝિટિવ છે. પણ પોલીસને પૂરો સાથ અને સહયોગ આપશું. થોડા દિવસ પહેલાં જ બોમ્બે હાઇકોર્ટે મ્સ્ઝ્રની નોટિસ વિરુદ્ધ રોક કે ઇન્ટરિમ બેલ આપવાની યાચિકાને નકારી દીધી હતી. આ કેસની સુનાવણી હાઇકોર્ટ જજ પૃથ્વીરાજ ચૌહાણે કરી હતી. યાચિકા નકારતા જજે કહ્યું હતું કે કાયદો માત્ર તેની મદદ કરે છે જે મહેનતુ છે.

હવે આ કેસમાં નિર્ણય સુપ્રીમ કોર્ટમાં થશે, જોકે હજુ સુનાવણીને લઈને કોઈ તારીખ જાહેર થઇ નથી. સોનુના વકીલ વિનીત ઢાન્ડાએ કહ્યું હતું કે આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ જશે કારણકે આ પડકારનો મુખ્ય આધાર એ જ છે કે મ્સ્ઝ્રએ તેને પ્રોપર્ટી માલિક તરીકે નોટિસ મોકલી છે. રીઢો ગુનેગાર જેવા શબ્દ માત્ર સોનુની ઇમેજ ખરાબ કરવા માટે ઉપયોગ થઇ રહ્યા છે. જ્યારે બિલ્ડિંગની અંદર કોઈપણ પ્રકારના ફેરફાર માટે કોઈ મંજૂરીની જરૂર નથી. જજ પૃથ્વીરાજ ચૌહાણની સિંગલ બેન્ચે સોનુની અરજીને મહારાષ્ટ્ર રિજનલ ટાઉન પ્લાનિંગ એક્ટની કલમ ૫૩ હેઠળ ખોટી ગણાવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here