સોનીની દુકાનમાં ચોરી કરવાના પ્લાન સાથે ભેગી થયેલી ગેંગની કરાઈ ધરપકડ

0
30
Share
Share

ગાંધીનગર,તા.૧૫

મહેસાણાના કુકરવાડામાં સોનીની દુકાનમાં ચોરી કરવાના પ્લાન સાથે ગાંધીનગરમાં ભેગી થયેલી ગેંગને એલસીબી-૨એ ઝડપી પાડી છે. જેઓ તેમની પાસેથી ૧ પિસ્તોલ, ૩ જીવતા કારતૂસ, છરો, સળીયો, તાર કાપવાનું પક્કડ જેવા સાધનો મળી આવ્યા છે. પકડાયેલા ૪ ઈસમો સામે અડાલજ પોલીસ સ્ટેશનમાં હથિયારધારા હેઠળ ગુનો નોંધાયો છે.

હથિયારધારી ગેંગ૧ પિસ્તોલ, ૩ જીવતા કારતૂસ, છરો, સળીયો, તાર કાપવાનું પક્કડ જેવા સાધનો મળી આવ્યાઅડાલજ પથંકમાં નાઈટ પેટ્રોલિંગ કરતી એલસીબી-૨ની ટીમ સાથેના હેડ કોન્સ્ટેબલ કેવલસિંહને આરોપીઓ અંગે બાતમી મળી હતી. આ બાતમીને આધારે પોલીસે રાત્રે ૧ કલાકે તપોવન સર્કલથી અગોરા મોલ તરફ જતા સર્વિસ રોડ પર નંબર વગરની કારમાંથી ૪ ઈસમોને ઝડપી પાડ્યા હતા.

આ ઈસમો પાસેથી પોલીસે પિસ્તોલ, ૩ જીવતા કારતૂસ, છરો, સળીયો, પક્કડ, રોકડ રૂપિયા ૧૨૭૫, ૬ નંગ મોબાઈલ અને કાર સાથે કુલ મળીને રૂપિયા ૨,૭૧,૨૭૫ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલી ગેંગ દ્વારા કુકરવાડા ગામ ખાતે આવેલી સોનીની દુકાનમાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. જે માટે તેઓએ રેકી પણ કરી હતી.સાગર જાની અને અર્પણ ગોસ્વામી સામે સેક્ટર-૭ પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપ તથા મુંબઈ ખાતે સોનાના બિસ્કીટની ખરીદીમાં ૩૦ લાખની છેતપીંડીનો ગુના નોંધાયેલો છે. જ્યારે ઈકબાલ બાબરીયા સામે સુરેન્દ્રનગર સિટી પોલીસ સ્ટેશન ખાતે ૩ ઘરફોડ, રાયોટિંગ અને પોલીસ પર હુમલાનો કેસ નોંધાયા છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here