સોનાલી બેન્દ્રે એનિવર્સરી પર પતિ-પુત્ર સાથે જોવા મળી

0
18
Share
Share

સોશિયલ મીડિયા પર સોનાલીએ તસવીર શેર કરી

સોનાલી બેન્દ્રે અને ગોલ્ડી બહેલના લગ્નને ૧૮ વર્ષ થયા એનિવર્સરી સેલિબ્રેટ કરવા કપલ રોડ ટ્રીપ પર નીકળ્યું છે

મુંબઈ,તા.૧૩

કેન્સરને મ્હાત આપ્યા પછી એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે તેનો મોટાભાગનો સમય તેને જે પસંદ છે તે કરવામાં વિતાવી રહી છે. પરિવાર સાથે સમય પસાર કરવો અને મીઠી યાદો બનાવવી આ કામમાંથી એક છે. આજે પોતાના લગ્નની એનિવર્સરી સેલિબ્રેટ કરવા માટે સોનાલી પતિ અને દીકરા સાથે રોડ ટ્રીપ પર નીકળી છે. સોશિયલ મીડિયા પર સોનાલી બેન્દ્રેએ એક તસવીર શેર કરી છે જેમાં તેનો નાનકડો પરિવાર જોવા મળે છે. કારની અંદર બેસીને લેવાયેલી આ તસવીરમાં સોનાલી, પતિ ગોલ્ડી બહેલ અને દીકરો રણવીર કેમેરા સામે પોઝ આપી રહ્યા છે. સોનાલી અને તેના પરિવાર સાથે તેમનો ડોગ પણ રોડ ટ્રીપ પર છે. તસવીર શેર કરતાં સોનાલી બેન્દ્રએ લખ્યું, મારા બોય્ઝ અને ગર્લ સાથે રોડ ટ્રીપ. આ અમારે પહેલા કરવા જેવું હતું. ઓહ હેપી એનિવર્સરી ગોલ્ડી બહેલ. સોનાલીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી આ તસવીર પર ફરાહ ખાને પણ કોમેન્ટ કરી છે. ફરાહે લખ્યું, “વાઉ! તમને બંનેને એનિવર્સરીની શુભેચ્છાઓ. તસવરીમાં જોઈ શકાય છે કે, ગોલ્ડી બહેલ અને તેના દીકરા રણવીરે મેચિંગ જેકેટમાં ટિ્‌વનિંગ કર્યું છે અને તેઓ બંને ફ્રંટ સીટ પર બેઠા છે. જ્યારે સોનાલી બેન્દ્રે પોતાના ડોગ સાથે કારની પાછળની સીટમાં બેઠી છે. ગોલ્ડી બહેલે પણ સોનાલી સાથેની તસવીર ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. તસવીર શેર કરતાં ગોલ્ડીએ લખ્યું, ૧૮મી એનિવર્સરીની શુભેચ્છા. તને મારા જીવનમાં પામીને ખુશ છું. અગાઉ કરવા ચોથ પર સોનાલી બેન્દ્રેએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પતિ સાથેની તસવીર શેર કરીને એક લાંબી પોસ્ટ મૂકી હતી. સોનાલીએ લખ્યું હતું, કરવા ચોથ મનાવી રહેલા સૌને શુભેચ્છાઓ. મને હંમેશાથી આવી પરંપરાઓ અને રિવાજો અનુકૂળ લાગ્યા છે. દર વર્ષે હું મારા પરિવાર અને મિત્રો સાથે કરવા ચોથ મનાવું છું. આ રિવાજોએ મારા સંબંધોમાં નવો રંગ ઉમેર્યો છે, ખાસ કરીને મારા સાસુ સાથેના સંબંધોમાં. સાથે ઉજવણી કરવાની પરંપરા બની ગઈ ઠે અને હું આ દિવસની રાહ જોતી હોઉં છું. મારા પતિ સાથેના સુંદર સંબંધ માટે હું હંમેશા કૃતજ્ઞ રહીશ. કરવા ચોથે દિવસ દરમિયાન તમારી ખૂબ જ કાળજી લેવામાં આવે છે અને તમે એવી વસ્તુઓ કરો છે જે તમને ગમે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here