સોઈલ હેલ્થ મેનેજમેન્ટ યોજના અન્વયે રુ. ૩.૭૫ લાખની સહાયની જોગવાઈ

0
20
Share
Share

રાજકોટ તા. ૧૧

સોઈલ હેલ્થ કાર્ડ સ્કીમ અન્વયે વધુમાં વધુ સારી કામગીરી થઈ શકે તેમજ ગ્રામ્ય કક્ષાએ સ્થાનિક ઔદ્યોગિક સાહસ ખેડનારા સમૂહો તેમજ સંસ્થાઓને પ્રોત્સાહન મળી રહે તે હેતુસર ભારત સરકાર દ્વારા એન.એમ.એસ.એ. યોજના અંતર્ગત એસ.એચ.એમ. યોજના હેઠળ રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ જમીનચકાસણી પ્રયોગશાળા સ્થપાય તે માટે સહાય જાહેર કરવામાં આવી છે. જે પૈકી એગ્રી ક્લિનિક, એગ્રી બિઝનેસ સેન્ટર, ખેતી સાહસિકો, સેવા નિવૃત્ત વ્યક્તિઓ, ,સેલ્ફ હેલ્પ ગૃપ, ફાર્મર કો.ઓપરેટિવ સોસાયટીઝ, ઇનપુટ રીટેઇલ આઉટલેટ, ઇનપુટ રીટેઇલર્સ અને શાળા/કોલેજમાં નાણાકીય સહાય આપવાની જોગવાઈ કરેલ છે. જેમાં જમીન ચકાસણી પ્રયોગશાળા સ્થાપવા માટે લાભાર્થીને નાણાકીય સહાય કુલ ખર્ચ રુ. પાંચ લાખના ૭૫% લેખે રુ. ૩.૭૫ લાખ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આ સહાય મેળવવા ઇચ્છુક સંસ્થા કે જૂથે નાયબ ખેતી નિયામક (વિ.) ની કચેરી, રીડ કલબ, સરકારી પ્રેસ પાસે, રાજકોટની કચેરીમાં તા. ૩૦/૧૧/૨૦૨૦ સુધીમાં જરુરી આધાર સાથે રુબરુ અરજી કરવા નાયબ ખેતી નિયામક(વિ.) રાજકોટની યાદીમાં જણાવાયું છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here