સૈફ અલી ખાને ફિલ્મ ‘તાંડવ’માં ભૂમિકાને લઈને કહ્યું-મને સંસ્કૃત બોલવાનું બહુ ગમે છે

0
18
Share
Share

મુંબઈ,તા.૧૩

૨૫ મિલિયનથી વધુ વ્યુઝ સાથે રોમાંચક ૩ મિનિટના ટ્રેઈલરે દર્શકોને જકડી લીધા છે અને અનોખી ભારતીય રાજકીય થ્રિલર જોવા શોના પ્રસારણ માટે તેમને વધુ ઉત્સુક બનાવી દીધા છે. અલી અબ્બાસ ઝફરનું ક્રિયેશન તાંડવમાં સૈપ બહુસ્તરીય અગાઉ ક્યારેય નહીં તેવા પાત્રમાં જોવા મળશે. હાલમાં તેણે શોમાં તેના પાત્ર વિશે અને રોચક કામની ખાતરી રાખવા માટે તેણે સામનો કરેલા પડકારો વિશે અમુક ઓછી જ્ઞાત વિગતો જાહેર કરી. સૈફ અલી ખાન કહે છે, મને લાગે છે કે તમે ચોક્કસ પાત્ર માટે કશું કરો અને તૈયારી કરો ત્યારે તેમાં વિવિધ પ્રભાવો આવે છે. મારું પાત્ર રાજકારણીનું છે, જે જાહેર સ્થળે બહુ બોલે છે અને તેથી તેમાં ઘણાં બધાં સંસ્કૃતકૃત હિંદી વક્તવ્યો હતો, જે સમરના પાત્ર માટે તૈયારી કરવી પડી હતી.

મોજીલી વાસ્તવિકતા એ છે કે મને સંસ્કૃત બોલવાનું બહુ ગમે છે. અમુક વાર અમે બહુ શૂટિંગ કરતા જ્યારે અમુક વાર હળવા દિવસો પણ વિતાવ્યા. આ શોમાં મારે રોજ લગભગ ૪ સંસ્કૃત વક્તવ્યો બોલવાનાં હતાં. આથી મેં ઘણી બધી ભારેખમ લાઈનો શીખી છે. શોમાં ગ્રે શેડેડ પાત્ર ભજવવા વિશે સૈફ કહે છે, મેં ગ્રે શેડનાં પાત્રો સાથે અમુક ભૂમિકાઓ ભજવી છે અને મેં તે બહુ માણી છે. દૂધ જેવા સફેદ પાત્ર ભજવવાને બદલે મને આ વધુ રસપ્રદ અને પ્રયોગાત્મક લાગે છે. મને ખુશી છે કે હું સમીરનું વલ્નરેબલ, આગઝરતું, હુકમશાહી અને નિખાલસ પાત્ર ભજવી શક્યો છું.

તમારી ઊર્જાને અલગ અલગ ભાગમાં વહેંચવા જેવું આ છે. ઉપરાંત રાજકારણીનું પાત્ર ભજવવાનું બિલકુલ જોખમી નથી એવું મને લાગે છે. તાંડવ દસ્તાવેજી નથી, પરંતુ કાલ્પનિક વાર્તા છે. હિમાંશુ કિશન મહેરા અને અલી અબ્બાસ ઝફર દ્વારા નિર્મિત આ ૯ એપિસોડના રાજકીય ડ્રામામાં સૈફ અલી ખાન, ડિંપલ કાપડિયા, સુનિલ ગ્રોવર, તિગ્માંશુ ધુલિયા, દિનો મોરિયા, કુમુદ મિશ્રા, ગૌહર ખાન, અમાયરા દસ્તુર, મહંમદ ઝીશાન અય્યુબ, કૃત્તિકા કામરા, સારાહ જેન ડાયસ, સંધ્યા મૃદુલ, અનુપ સોની, હિતેન તેજવાની, પરેશ પાહુજા, શોનાલી નાગરાની વગેરે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here