સેવાકીય કાર્યો અવિરત ધબકતા રાખવા રાજકોટનાં યુવા સેના ટ્રસ્ટને ભંડોળની જરૂરીયાત

0
24
Share
Share

દાતાઓને ઉદાર હાથે સખાવત કરવા ટ્રસ્ટ પ્રમુખની અપીલ

રાજકોટ, તા.૨૮

સંત-સુરાઓની ભોમકા તરીકે પ્રચલીત કાઠીયાવાડમાં જ્યારે પણ સારા-નરસા સમય દરમિયાન સહાય માટેનો પોકાર ગંજી ઉઠયો હોય ત્યારે આ સમાજમાં રહેલા શ્રેષ્ઠીઓ ઉદાર પણે સખાવત કરવા માટે જરાય કસર કર્યા વિના દાન-દિલેરી કરી જાણે અને અબોલ જીવો તથા દરીદ્રનારાયણોની સેવા કરતી સંસ્થા ટ્રસ્ટો પણ સહેજે પીછેહટ કર્યા વિના આગળ જ વધે પ્રવર્તમાન કોરોના મહામારીના કઠીન સમયમાં પણ રાજકોટમાં છેલ્લા એક દાયકાથી કાર્યરત સંસ્થા યુવા સેના ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવા પ્રવૃતિઓ અવિરત પણે કરવામાં આવી રહેલ છે. અમારી સંસ્થા પાસે રહેલ સિમીત સ્વભંડોળમાંથી પણ હાલના મંદીના સમયમાં પણ સેવાના કાર્યો થઈ રહયા હોવાનુ ગર્વભેર પ્રમુખ પ્રદ્યુમનસિંહ ઝાલાએ જણાવેલ.

યુવા સેના ટ્રસ્ટ દ્વારા લોકડાઉન દરમિયાન પણ ચા-બીસ્કીટ, નાસ્તો વિ. તેમજ અબોલ જીવો માટે ચણ-ચારો જુદાજુદા સ્થળોએ નાખવામાં આવેલ અન્ન સહાય કીટ તેમજ અસંખ્ય માસ્ક વિતરણ કરવામાં આવેલ એટલુ જ નહીં મેડીકલ સાધનો સેવા પણ અવિરત ચાલુ રાખેલ છે. હાલ સંસ્થાનુ સ્વભંડોળ ખુટી ગયેલ હોય જરૂરીયાતના પ્રમાણમાં સંસ્થા પાસે મેડીકલ સાધનોનો સ્ટોક અપુરતો હોય આવા સંજોગોમાં ઉપરોકત તમામ સેવાકાર્યોને ધબકતા રાખવા અને ઉતરોતર વધારો થાય અને સંસ્થાની પ્રવૃતિ સતત ચાલુ રહે તે માટે સમાજ શ્રેષ્ઠી દાતાઓને ઉદાહર હાથે સખાવત કરવા ટ્રસ્ટના યશ બેંક ખાતા નંબર ૦૭૧૪૯૪૬૦૦૦૦૦૦૨૩, આઈએફએસસી કોડ ૦૦ યશ બી ૦૦૦૦૭૧૪ માં રકમ જમા કરાવવા અથવા ટ્રસ્ટ પ્રમુખ પ્રદ્યુમનસિંહ ઝાલા મો.૯૯૧૩૩૧૦૧૦૦ નો સંપર્ક કરવા જણાવાયુ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here