સેલુન બિઝનેસનો ક્રેઝ વધી રહ્યો છે

0
19
Share
Share

હાલના દિવસોમાં બિઝનેસ કરવા માટે યુવાનો ઇચ્છુક બન્યા છે. નોકરીને લઇને ઉદાસીનતા દેખાય છે. યુવાનો નવા નવા કોર્સ કરીને બિઝનેસ શરૂ કરવા માટે ઇચ્છુક છે. સેલુન બિઝનેસ પણ હવે જોરદાર માંગ ધરાવે છે. આ બિઝનેસ ગ્લેમરસ થતા આ ક્ષેત્રમાં યુવાનો ઝડપથી આગળ આવી રહ્યા છે અને આમાં પસંદગી ઉતારી રહ્યા છે. હાલના દિવસોમાં યુવાનોમાં જે બિઝનેસને લઇને ક્રેઝ છે તેમાં સેલુન બિઝનેસ ટોપ પર છે. ફેશનની દુનિયામાં કેરિયર શોધી રહેલા યુવાનો આ બિઝનેસના પરંપરાગત માઘ્યમને બદલી નાંખવા માટેના પ્રયાસમાં છે. સેલુનના પરંપરાગત બિઝનેસને ખતમ કરીને તેમાં હાઇ ફાઇ લુક આપવાના પ્રયાસમાં છે. સેલુનને ગ્લેમરસ ઓપ આપીને યુવાનો જંગી કમાણી પણ હવે કરી રહ્યા છે. સેલુન બિઝનેસને નવી ઉંચાઇ પર લઇ જવા માટે યુવા ઉદ્યોગ સાહસિકોને કેટલીક નવી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે તે જરૂરી છે. સેલુન અને સ્પામાં કસ્ટમર જેના માટે સૌથી વધારે આકર્ષિત થાય છે તે આપના ઇનોવેશન હોય છે. ટ્રેન્ડી લુકને શિખવાની બાબત ઉપયોગી સાબિત થાય છે.ટ્રેન્ડી લુકને શિખવા અને તેને ઉપયોગમાં લાવવાથી વધુને વધુ કસ્ટમરો આકર્ષિત થાય છે. નવા નવા સાધનો જે બજારમાં આવી રહ્યા છે તે પણ કસ્મટરોને ખેંચે છે. આના કારણે આપના બિઝનેસમાં વધારો થઇ શકે છે. ફેશન ટ્‌ેન્ડને ફોલો કરવાની સાથે સાથે ફેમસ સ્ટાઇલિસ્ટ પણ પણ ધ્યાન આપવાની જરૂર હોય છે. હાલમાં કેવી ફેશન ચાલી રહી છે તેના પર પણ ધ્યાન આપી શકાય છે. સેલુન અને સ્પાના કામોને શિખવા માટે શોર્ટ ટર્મ કોર્સ પણ કરી શકાય છે. કેટલીક ખાનગી અને સરકારી સંસ્થાઓ આ પ્રકારના કામ શિખવાડે ચે. જો તમે સ્ટાર્ટ અપને એક બ્રાન્ડ તરીકે વિકસિત કરવાની ઇચ્છા ધરાવો છો તો આપને નિષ્ણાંતની મદદની પણ જરૂર ચોક્કસપણે થશે. કોઇ પણ વ્યક્તિની લાઇફમાં તેના લુકની મહત્વપૂર્ણ ભૂમિકા રહે છે. જેથી એક્સપર્ટની ભૂમિકા નિર્ણાયક રહે છે. આપની ઇચ્છા મુજબ ટ્રેની એક્સપર્ટ પણ રાખી શકાય છે. આ એવા લોકો હોય છે કે કેટલીક મોટી સંસ્થાઓ સાથે કામ કરવાનો અનુભવ ધરાવે છે. સેલુન બ્રાન્ડ સાથે કામ કરવાના તેમના અનુભવનો લાભ લઇ શકાય છે. સેલુન સ્ટાર્ટ અપ એવા ગણતરીના બિઝનેસમાં સામેલ છે જેના માટે લોકેશન પણ સૌથી મહત્વપૂર્ણ બાબત હોય છે. જો તમે સેલુનને સ્ટાર્ટ અપ તરીકે જોઇ રહ્યા છો તો પોતાના શહેરમાં પ્રાઇપ લોકેશનની પસંદગી કરવાની રહેશે. ભલે સેલુન કદમાં નાનુ હોય પરંતુ તેની જગ્યા ખબ મહત્વપૂર્ણ રહે છે. ટાર્ગેટ કસ્ટમરના હેતુથી જગ્યા છે કે કેમ તે બાબત ઉપયોગી રહે છે. સેલુન માટે જગ્યાની પસંદગી કરવી વેળા પણ કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવાની જરૂર હોય છે. જે જગ્યા પસંદ કરવામાં આવી છે તે જગ્યાનુ ભાડુ પણ તમારા બજેટમાં આવે તે બાબત ઉપયોગી હોય છે. ક્રિએટિવિટીની સાથે સાથછે અપગ્રેડ થવા માટેની તૈયારી પણ રાખવી જોઇએ.  આકારોબારમાં જોડાવવા માટે ઇચ્છુક યુવક યુવતિઓનો દાવો છે કે દરેક ક્ષેત્રમાં મંદી કોઇને કોઇ કારણસર આવી શકે છે પરંતુ આ ક્ષેત્રમાં ક્યારેય મંદી આવશે નહીં. લોકો પોતાની ઇચ્છાને હવે બદલી રહ્યા છે. ફેશનના નવા નવા ટ્રેડ આવી રહ્યા છે. આવી સ્થિતીમાં સેલુન બિઝનેસમાં જોરદાર કારોબાર છે. સાથે સાથે આ બિઝનેસમાં પુષ્કળ નાંણા પણ રહેલા છે. આવી સ્થિતીમાં કારોબારને વધુને વધુ યુવાનો પસંદ કરી રહ્યા છે. આ કારોબારમાં સ્થાનનુ ખાસ મહત્વ રહેલુ છે. આધુનિક સમયમાં સેલુન કારોબારમાં નવા નવા લોકો પણ આવી રહ્યા છે. હવે કોઇ પણ સામાન્ય સેલુન ધરાવનાર વ્યક્તિ  પણ ઉલ્લેખનીય કમાણી દરરોજની કરે છે. આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો દાવો કરે છે કે સારી નોકરીમાં મહિનામાં જેટલી આવક છે તેટલી આવક આ રોજગાર અને કારોબારમાં થઇ રહી છે. સાથે સાથો પોતાના કારોબાર હોવાની ગર્વની લાગણી પણ થાય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here