એડિલેડ,તા.૩૦
આગામી ૮મી ફેબ્રુઆરીએ શરૂ થનારી ઑસ્ટ્રેલિયન ઓપન ટેનિસ સ્પર્ધા પહેલાં કેટલાક ખેલાડીઓનો ૧૪ દિવસનો ક્વૉરન્ટાઇન પિરિયડ ચાલી રહ્યો છે તો અમુકે પૂરો કરી લીધો છે અને વૉર્મ-અપ ટુર્નામેન્ટ તરીકે ફ્રેન્ડ્લી મૅચો રમી રહ્યા છે. ૨૦૧૮ની ઑસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં સેરેનાને હરાવનાર જાપાનની નાઓમી ઓસાકા તેની જ સામે ‘મૈત્રીપૂર્ણ મૅચ’ રમવાની છે.
૨૩ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતી ચૂકેલી સેરેના ક્વૉરન્ટાઇન બાદ પતિ ઍલેક્સીસ ઑહાનિયન અને ત્રણ વર્ષની દીકરી ઑલિમ્પિયા સાથે ઍડિલેઇડના ઝૂમાં ગઈ હતી. બીજી તરફ, પુરુષોમાં સર્વોચ્ચ રૅન્ક ધરાવતો નોવાક જૉકોવિચ જમણા હાથની ઈજાની સારવારને કારણે ઇટલીના જૉકોવિચ યાનિક સિનર સામેની ફ્રેન્ડ્લી મૅચનો નક્કી થયેલો શરૂઆતનો સમય ચૂકી ગયો હતો અને મોડો પહોંચ્યો હતો.