સેન્સેક્સ ૮૫ અંક વધ્યો, નિફ્ટી ૧૨૭૧૯ પર બંધ

0
20
Share
Share

શેર બજારમાં જોવા મળી રોનક, ૪૩,૦૦૦ પોઈન્ટ ઉપર બંધ થયું સેન્સેક્સ

મુંબઇ,તા.૧૩

આજે સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે શેરબજારમાં રોનક જોવા મળી અને તેજી સાથે બંધ થયું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો અગ્રણી ઈન્ડેક્સ સેન્સેક્સ ૦.૨૦ ટકાના વધારા સાથે ૮૫.૮૧ પોઇન્ટ વધીને ૪૩૪૪૩ પર બંધ રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ૦.૨૩ ટકા (૨૯.૧૫ પોઇન્ટ) વધીને ૧૨૭૧૯.૧૫ ની સપાટીએ બંધ રહ્યો.

દિગ્ગજ શેરોની વાત કરીએ તો આજે આઈશર મોટર્સ, બજાજ ફિનસવર, કોલ ઈન્ડિયા, ટાટા સ્ટીલ અને ડિવીઝ લેબના શેર લીલા નિશાન પર બંધ થયા છે. ટાટા મોટર્સ, એચડીએફસી, એલએન્ડટી, એચડીએફસી બેંક અને યુપીએલના શેર લાલ નિશાન પર બંધ થયા છે.

જો આપણે સેક્ટોરલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો આજે મીડિયા અને એફએમસીજી સિવાય તમામ સેક્ટર લીલા નિશાન પર બંધ થયા છે. જેમાં પીએસયુ બેંક, ફાર્મા, આઈટી, બેંક, ખાનગી બેંક, ફાઇનાન્સ સર્વિસીસ, રીયલ્ટી, મેટલ અને ઓટોનો સમાવેશ થાય છે.

સેન્સેક્સ પર બજાજ ફાઈનાન્સ, ટાટા સ્ટીલ, આઇસીઆઇસીઆઇ બેન્ક, એક્સિસ બેન્ક અને બજાજ ફાઈનાન્સ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. બજાજ ફાઈનાન્સ ૩.૮૪ ટકા વધીને ૭૨૯૪.૦૦ પર બંધ રહ્યો હતો. ટાટા સ્ટીલ ૨.૮૨ ટકા વધીને ૪૮૬.૫૦ પર બંધ રહ્યો હતો. જોકે લાર્સન, એચડીએફસી, એચડીએફસી બેન્ક, ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. લાર્સન ૨.૦૪ ટકા ઘટીને ૧૦૫૧.૪૦ પર બંધ રહ્યો હતો. એચડીએફસી ૧.૦૪ ટકા ઘટીને ૨૩૦૬.૪૦ પર બંધ રહ્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here