સેન્સેક્સ ૨૮૮, નિફ્ટીમાં ૮૧ પોઇન્ટનો ઊછાળો

0
22
Share
Share

મુંબઈ, તા. ૧૫

વૈશ્વિક બજારોમાં સકારાત્મક વલણ સાથે બેન્કના શેરમાં ખરીદીને કારણે મંગળવારે બીએસઈ સેન્સેક્સમાં ૨૮૮ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. ૩૦ શેરોવાળા સેન્સેક્સ ૨૮૭.૭૨ પોઇન્ટ એટલે કે ૦.૭૪ ટકા વધીને ૩૯,૦૪૪.૩૫ ની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઈ) નો નિફ્ટી ૮૧.૭૫ અંક એટલે કે ૦.૭૧ ટકાના વધારા સાથે ૧૧,૫૨૧.૮૦ પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સ શેરોમાં ઇન્ડસઇન્ડ બેન્ક સૌથી વધુ ઊંચકાયો હતો. તેમાં ૪ ટકાથી વધુનો મજબૂતી આવ્યો. આ ઉપરાંત ભારતી એરટેલ, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફાઇનાન્સ, સન ફાર્મા, એચડીએફસી અને કોટક બેંકે સારૂં પ્રદર્શન કર્યું છે. બીજી તરફ, ટાઇટન, મારુતિ, આઈટીસી, એશિયન પેઇન્ટ્‌સ, એચસીએલ ટેક અને બજાજ ઓટોના શેરોમાં ઘટાડો થયો હતો. વેપારીઓના મતે વૈશ્વિક બજારોમાં મજબૂત વલણ સાથે વિદેશી મૂડીના સતત પ્રવાહથી સ્થાનિક બજારોમાં વધારો થયો છે. શેરબજારમાં ઉપલબ્ધ માહિતી અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ સોમવારે ૨૯૮.૨૨ કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે. વૈશ્વિક સ્તરે, ચીનમાં શાંઘાઈ, હોંગકોંગ, દક્ષિણ કોરિયા એશિયાના અન્ય નફામાં શામેલ છે, જ્યારે જાપાનમાં ટોક્યોના બજારમાં ઘટાડો જોવા મળ્યો છે. મુખ્ય યુરોપિયન બજારોમાં પ્રારંભિક વેપાર ચાલુ હતો. દરમિયાન વૈશ્વિક ઓઇલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ ૧.૪૯ ટકા વધીને ૪૦.૨૦ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. અહીં વિદેશી ચલણ વિનિમય બજારમાં ડોલર સામે રૂપિયો ૧૬ પૈસા તૂટીને ૭૩.૬૪ ની સપાટીએ બંધ રહ્યો છે. સ્થાનિક શેર બજારોમાં સકારાત્મક વલણ હોવા છતાં રૂપિયો ૧૬ પૈસા તૂટીને મંગળવારે ડોલર દીઠ ૭૩.૬૪ (કામચલાઉ)ની

એરટેલ, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ, બજાજ ફાઇનાન્સ, સન ફાર્મા, એચડીએફસી બેંકનું સારૂં પ્રદર્શન

મંગળવારે કારોબારના અંતમાં શેર બજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. કારોબારના અંતમાં મ્જીઈના ૩૦ શેરોવાળું પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૨૮૭.૭૨ પોઈન્ટની મજબૂતી સાથે ૩૯૦૪૪.૩૫ના સ્તર પર બંધ થયું હતું. તો દ્ગજીઈના ૫૦ શેરોવાળો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી ૮૧.૭૫ પોઈન્ટના વધારા સાથે ૧૧૫૨૧.૮૦ના સ્તર પર બંધ થયો હતો.

ઘરેલુ શેર બજારોના સકારાત્મક વલણ બાદ મંગળવારે રૂપિયો પ્રારંભિક લાભ ગુમાવીને ૧૬ પૈસાના નુકસાન સાથે ૭૩.૬૪ પ્રતિ ડોલર પર બંધ થયો હતો. તો ઈન્ટરબેંક ફોરેક્સ એક્સચેન્જ માર્કેટમાં પણ રૂપિયામાં ખુબ જ ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો. ૭૩.૩૩ પ્રતિ ડોલર પર મજબૂતીના વલણ સાથે ખુલ્યા બાદ અંતમાં રૂપિયો ૧૬ પૈસાના નુકસાન સાથે ૭૩.૬૪ પ્રતિ ડોલર પર બંધ થયો હતો. તેનાથી ગત કારોબારી સત્રમાં ૭૩.૪૮ પ્રતિ ડોલર પર બંધ થયો હતો.

દિગ્ગજ શેરોની વાત કરીએ તો આજે ઈન્ડસઈન્ડ બેંક, સિપ્લા, યુપીએલ, એક્સિસ બેંક અને ભારતી એરટેલના શેર ગ્રીન સિગ્નલ સાથે બંધ થયા હતા. તો ટાઈટન, મારૂતિ, ૐડ્ઢહ્લઝ્ર લાઈફ, ઈચર મોટર્સ અને આઈટીસીની શેર લાલ નિશાન સાથે બંધ થયા હતા. સેક્ટોરિયલ ઈન્ડેક્સની વાત કરીએ તો આજે આઈટી, ફાયનાન્સ, બેંક, પીએસયુ બેંક, ફાર્મા અને પ્રાઈવેટ બેંક ગ્રીન સિગ્નલ સાથે બંધ થયા હતા. તો મીડિયા, રિયલ્ટી, ઓટો, હ્લસ્ઝ્રય્ અને મેટલ લાલ નિશાન સાથે બંધ થયા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here