સેન્સેક્સમાં ૧૧૪૫, નિફ્ટીમાં ૩૦૬ પોઈન્ટનો મોટો કડાકો

0
32
Share
Share

સૌથી વધુ ઘટાડો ટેક મહિન્દ્રા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં જોવા મળ્યો, બેંક શેર્સમાં પણ આજે જોરદાર કડાકો : રિલાયન્સ, ટીસીએસમાં પણ ઘટાડો

મુંબઈ, તા. ૨૨

હજુ ગયા અઠવાડિયે જ ૫૨,૫૧૬નો ઓલટાઈમ હાઈ બનાવનારા સેન્સેક્સમાં માત્ર ચાર જ ટ્રેડિંગ ડેમાં ૨૫૦૦ પોઈન્ટ્‌સનો જંગી ઘટાડો નોંધાયો છે. આજે સવારે માર્કેટ ખૂલ્યું ત્યારે પાછલી બંધ સપાટી કરતાં સાવ સામાન્ય વધારા સાથે સેન્સેક્સ ટ્રેડ કરી રહ્યો હતો. જોકે, થોડા જ સમયમાં વેચવાલી નીકળતા તેમાં કડાકો બોલાયો હતો, માર્કેટ બંધ થયું ત્યારે સેન્સેક્સ ૧૧૪૫ પોઈન્ટ્‌સના ઘટાડા સાથે ૪૯,૭૪૪ની સપાટી પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી ૩૦૬ પોઇન્ટ તૂટી ૧૪૬૬૭ પર પહોંચ્યો હતો.

મહારાષ્ટ્ર સહિત દેશના કેટલાક ભાગોમાં કોરોનાના કેસો ફરી વધવા લાગ્યા છે, અને મહારાષ્ટ્રના અમરાવતીમાં તો લોકડાઉન કરવાની ફરજ પડી છે ત્યારે કોરોનાનો બીજો રાઉન્ડ આવશે કે કેમ તે ભીતિએ શેરબજારમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. આજે માર્કેટ બંધ થયું ત્યારે સેન્સેક્સના ૩૦ શેર્સમાં સૌથી વધુ ઘટાડો ટેક મહિન્દ્રા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં જોવા મળ્યો હતો. આ શેર્સ અનુક્રમે ૪.૮૫ અને ૪.૨૮ ટકાના ઘટાડા સાથે ૯૪૬ અને ૮૩૮ રુપિયાના સ્તરે બંધ થયો હતો. જ્યારે ડૉ. રેડ્ડીમાં ૪.૨૧ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને આ શેર ૪૪૮૭ રુપિયાની સપાટી પર બંધ થયો હતો.

આ સિવાય બેંક શેર્સમાં પણ આજે જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે. જેમાં ઈન્ડસઈન્ડ બેન્કમાં ૩.૯૫, એક્સિસમાં ૩.૫૪, એચડીએફસીમાં ૨.૯૪, એસબીઆઈમાં ૨.૭૯ ટકાના ઘટાડાનો સમાવેશ થાય છે. રિલાયન્સ, બજાજ ફાઈનાન્સ, ટીસીએસમાં પણ અનુક્રમે ૩.૮૭ ટકા, ૨.૬૧ ટકા અને ૩.૭૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે, શેરબજારમાં બજેટ બાદ જોરદાર તેજી જોવા મળી રહી છે, અને ખાસ કરીને બેંકોના શેર્સ નવી જ ઉંચાઈ પર પહોંચ્યા છે. બજારનું હાલનું વેલ્યૂએશન ખૂબ જ ઉંચું હોવાનું જાણકારો અનેકવાર કહી ચૂક્યા છે, પરંતુ તેમાં કરેક્શન ક્યારે આવશે તે અંગે કોઈ કશુંય સ્પષ્ટ રીતે કહેવા માટે તૈયાર નથી. હાલ માર્કેટમાં ચંચળતા પણ ખૂબ જ જોવા મળી રહી હોવાથી નાના રોકાણકારોને કોઈ લોંગ પોઝિશન ના લેવા માટે પણ સલાહ આપવામાં આવી રહી છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના વધતાં કેસો અને મિની લોકડાઉન જેવી સ્થિતિ ઊભી થતાં રોકાણકારોમાં ડર જોવા મળ્યો. કારોબાર દરમિયાન સેન્સેક્સ ૧૧૫૦ પોઇન્ટથી વધુ તૂટી ૪૯૭૨૩ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૪૬૬૭ની નીચલી સપાટીએ પહોંચ્યો. બીજી બાજુ એક્સપર્ટ્‌સ માની રહ્યાં છે કે, એશિયાના અન્ય બજારોમાંથી પણ કોઇ ઉત્સાહજનક સંકેત નહીં મળતાં બજારમાં દબાણ વધ્યો. કારોબાર દરમિયાન મેટલ સેક્ટરને બાદ કરતાં તમામ સેક્ટર ઇન્ડેક્સમાં કડાકો જોવા મળ્યો. સૌથી વધુ કડાકો સરકારી બેંકોમાં જોવા મળ્યો.

કોરોનાના કેસોમાં હવે ફરીથી ઉછાળો જોવા મળી રહ્યો છે. સતત નવા કેસો વધી રહ્યાં છે. ફરી એક વખત એક્ટિવ કેસ ૧.૫ લાખ ઉપર પહોંચી ગયા છે. સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. ગઇકાલે ત્યાં સાત હજાર નવા કેસ સામે આવ્યા, જ્યારે મુંબઇમાં એક હજાર કેસ નોંધાયા. જેના પગલે અમરાવતીમાં એક અઠવાડિયાનું લોકડાઉન લાદવામાં આવ્યું છે.

આજે સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં ભારે કડાકો નોંધાયો છે. સોમવારે કોરોના કેસ વધતા રોકાણકારોની ચિંતા વધારી છે. કોરોના કહેરના પગલે શેરબજારમાં મોટો કડાકો નોંધાયો છે. બોમ્બે સ્ટોક એક્સચેંજની પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૧૧૪૫.૪૪ પોઈન્ટના ઘટાડા સાથે ૪૯૭૪૪.૩૨ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ૩૦૬.૦૫ના ઘટાડા સાથે ૧૪૬૭૫.૭૦ના સ્તરે બંધ થયો હતો.

ઘટાડાના પગલે લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ ૪.૧ લાખ કરોડ રૂપિયા ઘટીને ૧૯૯.૮૮ લાખ કરોડ રૂપિયા થઈ છે. જે શુક્રવારે ૨૦૩.૯૮ લાખ કરોડ રૂપિયા હતી.

સેન્સેક્સ પર ડો.રેડ્ડી લેબ્સ, એમએન્ડએમ, ટેક મહિન્દ્રા, એક્સિસ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ડો.રેડ્ડી લેબ્સ ૪.૭૭ ટકા ઘટીને ૪૪૬૧.૮૫ પર બંધ રહ્યો હતો. એમએન્ડએમ ૪.૫૧ ટકા ઘટીને ૮૩૬.૯૦ પર બંધ રહ્યો હતો. જોકેર્ ંદ્ગય્ઝ્ર, કોટક મહિન્દ્રા, ૐડ્ઢહ્લઝ્ર બેન્કના શેર વધીને બંધ રહ્યાં હતા.ર્ ંદ્ગય્ઝ્ર ૧.૧૪ ટકા વધીને ૧૦૬.૩૦ પર બંધ રહ્યો હતો. ૐડ્ઢહ્લઝ્ર બેન્ક ૦.૬૪ ટકા વધીને ૧૫૪૮.૬૫ પર બંધ રહ્યો હતો.

એનએસઈમાં સૌથી વધારે ઘટાડો થયેલા શેરમાં આઈટીસી, એલએન્ડટી, આયશર મોટર્સ, એમએન્ડએમ, બજાજ ઓટો વગેરે સામેલ છે. જ્યારે ઓટો, એફએમસીજી, ફાર્મા શેરોમાં ભારે વેચાણ જોવા મળ્યું હતું. તો મેટલ ઈંડેક્સમાં ૧ ટકાની મજબૂતી જોવા મળી હતી. અંદાજીત ૯૯૬ શેરોમાં તેજી અને ૪૦૯માં ઘટાડો જોવા મળ્યો હતો.

રૂપિયા સોમવારે ૭ પૈસાની મજબુતી સાથે અમેરિકા ડોલરના મુકાબલામાં ૭૨.૫૮ પર ખુલ્યો હતો. ગુરૂવારે રૂપિયો ૭૨.૬૫ પર બંધ થયો હતો. શુક્રવારે છત્રપતિ શિવાજી મહારાજની જયંતીના પગલે કરન્સી માર્કેટ બંધ રહી હતી..

ગયા સપ્તાહના અંતમાં સેંસેક્સ ૪૩૫ પોઈન્ટના ઘટાડા સાથે ૫૧,૦૦૦ની નીચે બંધ થયો હતો. શુક્રવારે શેર બજારની ધીમી શરૂઆત રહી હતી. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ૧૫,૦૦૦ પોઈન્ટની નીચે રહ્યો હતો. બિઝનેસના અંતમાં સેંસેક્સ ૪૩૪.૯૩ પોઈન્ટના ઘટાડા સાથે ૫૦,૮૮૯.૭૬ના સ્તરે બંધ થયો હતો. જ્યાર નિફ્ટી ૧૩૭.૨૦ પોઈન્ટ ઘટાડા સાથે ૧૪,૯૮૧.૭૫ના સ્તરે બંધ થયો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here