સેન્સેક્સમાં ૧૦૦૦ પોઇન્ટનો કડાકો, રોકાણકારોના ૩ લાખ કરોડ સ્વાહા

0
19
Share
Share

મુંબઇ,તા.૧૫

નબળાં ગ્લોબલ સંકેતોને કારણે શેર બજારમાં આજે કડાકો બોલી ગયો છે. કારોબારની શરૂઆતમાં સેંસેક્સમાં મામૂલી વધારો થયો હતો. પણ કારોબારના અંતમાં શેર બજારમાં હડકંપ મચી ગયો હતો. લગભગ ૨૦ દિવસો સુધી શેર બજારમાં આજે જબરદસ્ત કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ ઘટીને ૩૯૭૦૦ના સ્તર પર પહોંચી ગયો છે. સેન્સેક્સ ૧,૦૬૬ અંકો એટલે કે ૨.૬૧% ટકાના કડાકો બોલાયો હતો. ૪૧ હજારની સપાટી નજીક પહોંચેલો આજે કડાકાને કારણે ૩૯,૭૨૮.૪૧ના સ્તરે પહોંચી ગયો હતો. તો નિફ્ટી પણ ઊંધા માથે પટકાઈ હતી. નિફ્ટીમાં ૩૦૨.૧૦ અંકો એટેલ કે ૨.૫૨ ટકાના ઘટાડા સાથે ૧૧૬૮૦ના સ્તર પર બંધ થયો હતો.

દેશની દિગ્ગજ આઈટી કંપની ઈન્ફોસિસના ત્રિમાસિક પરિણામ જાહેર થયા છે. ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં કંપનીને ૨૦ ટકાથી વધારેનો નફો થયો હતો. ગુરુવારે શરૂઆતી કારોબાર દરમિયાન ઈન્ફોસિસના શેર ૨ ટકાથી વધારે મજબૂત થયા હતા. જો કે, થોડા સમયમાં જ નફો ખાવાની દોડ મચતાં ઈન્ફોસિસના શેર ૩ ટકાથી વધારે ઘટી ગયા હતા. અન્ય આઈટી કંપનીઓના શેરમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

શેર બજારની આ દોડધામથી રોકાણકારોનાં લગભગ ૩ લાખ કરોડ રૂપિયા સાફ થઈ ગયા છે. બુધવારે મ્જીઈ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ૧,૬૦,૫૬,૬૦૫.૮૪ કરોડ રૂપિયા હતું. જે આજે ઘટીને ૧,૫૭,૬૫,૭૪૨.૮૯ કરોડ રૂપિયા થઈ ગયું છે.

આજના કારોબારમાં ૈં્‌ શેરોમાં જોરદાર વેચાવલી જોવા મળી રહી છે. નિફ્ટી પર ઈન્ડેક્સ ૭૧૮.૩૦ અંક એટલે કે ૩.૨૩ ટકા તૂટી ગયો છે. ૐઝ્રન્ ટેક અને માઈન્ડ ટ્રીમાં ૫ ટકા ઘટ્યો છે. ્‌ઝ્રજી અને વિપ્રો ૨ ટકાથી વધારે ઘટ્યા છે. ટેક મહિન્દ્રા અને ઈન્ફોસિસના શેર પણ ૩-૪ ટકા તૂટ્યા છે.

વાસ્તવમાં રાહત પેકેજનુ એલાન ન થવાના કારણે અમેરિકી બજાર દબાણમાં છે. વળી, અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરીના નિવેદને વેપારીઓને વધુ નિરાશ કરી દીધા. અમેરિકી ટ્રેઝરી સેક્રેટરીએ કહ્યુ કે ચૂંટણી પહેલા રાહત પેકેજ શક્ય નથી ત્યારબાદ બજારમાં દબાણની સ્થિતિ છે અને બજાર ઘટાડા તરફ આગળ વધી રહ્યુ છે. અમેરિકી બજારમાં ચાલી રહેલ દબાણની અસર આજે એશિયાઈ બજારો પણ પણ જોવા મળી અને એસજીએક્સ નિફ્ટી, નિક્કેઈ, સ્ટ્રેટ ટાઈમ્સ, હેંગસેંગ, તાઈવાન વેટેડ, કોસ્પી, શંઘાઈ કંપોઝીટ વગેરે ઘટાડા સાથે ખુલ્યા.

ઈન્ફોસિસ તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે નફો ૪૮૪૫ કરોડ રૂપિયા ઉપર પહોંચ્યું છે. આ પહેલા પાછલા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિકમાં કંપનીએ ૪૦૧૯ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો છે. ઈન્ફોસિસે કહ્યું છે કે, ત્રિમાસિક દરમયાન તેની આવક ૮.૫ ટકાના વધારા સાથે ૨૪૫૭૦ કરોડ રૂપિયા થઈ છે. પાછલા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિકમાં કંપનીની આવક ૨૨૬૨૯ કરોડ રૂપિયા થઈ હતી. ઈન્ફોસિસે ૧૨ રૂપિયા પ્રતિ ઈક્વિટિ શેરનો અંતરિમ લાભાંશ જાહેર કર્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here