સેન્સેકસમાં ૪૭૭ અંકોનો હાઈ જમ્પ, નિફટી ૧૧,૪૦૦ નજીક બંધ

0
21
Share
Share

મુંબઇ,તા.૧૮

વિદેશી ભંડોળના પ્રવાહ વચ્ચે એક દિવસના કારોબાર પછી સપ્તાહના બીજા કારોબારના દિવસે મંગળવારે શેરબજાર મજબૂત ઉછાળા પર બંધ થયું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ ૧.૨૬ ટકા વધીને ૪૭૭.૫૪ પોઇન્ટના વધારા સાથે ૩૮૫૨૮.૩૨ પર બંધ રહ્યો છે. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ૧.૨૩ ટકા વધીને ૧૧૩૮૫.૩૫ ના સ્તર પર ૧૩૮.૨૫ પોઇન્ટના વધારા સાથે બંધ રહ્યો છે.

મોટા શેરોની વાત કરીએ તો આજે ગ્રાસીમ, અલ્ટ્રાટેક સિમેન્ટ, જેએસડબ્લ્યુ સ્ટીલ, જી લિ., આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક, એચડીએફસી બેંક, ટાઇટન, એશિયન પેઇન્ટ્‌સ અને યુપીએલના શેર લીલા નિશાન પર બંધ થયા છે. બીજી તરફ, બીપીસીએલ, સિપ્લા, ટેક મહિન્દ્રા, ગેઇલ, એચસીએલ ટેક, આઇઓસી, બજાજ ઓટો, સન ફાર્મા, પાવર ગ્રીડ અને હીરો મોટોકોર્પના શેર લાલ નિશાન પર બંધ થયા છે.

જો આપણે સેક્ટોરલ ઇન્ડેક્સ જોઈએ તો પછી ફાર્મા સિવાયના તમામ ક્ષેત્રો લીલા નિશાન પર બંધ થયા છે. તેમાં બેંકો, પીએસયુ બેંકો, ફાઇનાન્સ સેવાઓ, ખાનગી બેંકો, આઇટી, ઓટો, મીડિયા, રિયલ્ટી અને એફએમસીજી શામેલ છે.

બજારની આજની તેજીમાં એચડીએફસી બેંક, આરઆઇએલ અને આઇસીઆઇસીઆઇ બેંક, ઈન્ફોસિસનો મહત્વનો ફાળો જોવા મળ્યો છે. સામે પક્ષે આજના ટોપ ગેનર્સમાં અલ્ટ્રાટેક સિમેન્ટ અને કોટક બેંક શામેલ છે. ટેક મહિન્દ્રા સવા ટકા ઘટ્યો છે. આજે બેંક નિફટીએ શાનદાર રેલી દર્શાવી છે. નિફટી બેંક ઈન્ડેકસ ૪૭૦ અંક, ૨.૧૬%ના વધારા સાથે ૨૨.૧૭૦ના લેવલે બંધ આવ્યો છે. કોટક બેંક ૩%, આઇસીઆઇસીઆઇ બેંક ૨.૫૦% અને એચડીએફસી બેંક ૨.૨૨% ઉંચકાયા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here