સેન્સરયુક્ત ડિવાઇસ તૈયાર

0
16
Share
Share

ડિવાઇસ માત્ર ૧૫ મિનિટમાં વાયરસમુક્ત કરે છે
ખતરનાક સાબિત થયેલા કોરોના સામે જંગ લડવા માટે તમામ દેશો પોત પોતાની રીતે તૈયારી કરી રહ્યા છે. જુદી જુદી દવા અને સાધનોનો ઉપયોગ તેના ફેલાવાને રોકવા માટે કરવામાં આવે છે. હવે આ દિશામાં જ આગળ વધીને કોરોનાના સંક્રમણતી બચવા અને તેના ફેલાવાને રોકવા માટે આઇઆઇટી બીએચયુ દ્વારા એક સેંસરયુક્ત ડિવાઇસ તૈયાર કર્યા છે. તેનો ઉપયોગ ઘર, દુકાન, ઓફિસ, મેટ્રો, બસ સ્ટોપમાં સરળ રીતે ઉપયોગ કરવામાં આવી શકે છે. આ ડિવાઇસની પાસે જેમ જ કોઇ પહોંચે છે તો તેના ુપર સેનિટાઇઝર સ્પ્રે થાય છે. આ ડિવાઇસ માત્ર ૧૫ સેકન્ડમાં કપડા, હાથ અને પગને વાયરસમુક્ત કરી નાંખે છે. કેન્દ્રિય માનવ સંશાધન વિકાસ પ્રધાન રમેશ પોખરિયાળે આઇઆઇટી બીએચયુના સંશોધકોને તેમજ વૈજ્ઞાનિકોને આ ડિવાઇસને વિકસિત કરવા બદલ શુભેચ્છા પાઠવી છે. કેન્દ્રના પ્રોફેસર પીકે મિશ્રના કહેવા મુજબ આ ડિવાઇસ કોરોનાના બચાવની જરૂરિયાતને ધ્યાનમાં લઇને તૈયાર કરવામાં આવ્યા બાદ તેની ચર્ચા જોવા મળી રહી છે. સેનિટાઇઝેશનનમુ પ્રમાણ, એક્સપોઝર ટાઇમ, ફ્રિકવેન્સી ટેસ્ટિંગ જારી છે. અલબત્ત આ ડિવાઇસથી સેનિટાઇઝ થયા બાદ પણ વ્યક્તિને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવવા માટેના નિયમોને પાળવાના રહેશે. સાથે સાથે નિયમિત અંતર પર સાબુથી હાથ ધોઇ નાંખવા પડશે. સમગ્ર શરીરને સેનિટાઇઝ કરનાર આ સાધનની સામે જેમ જ કોઇ વ્યક્તિ ઉભી થાય છે તેમાં મુકવામાં આવેલા સેન્સર ડિવાઇસનો પ્રયોગ કરે છે. તેમાં ૧૦થી ૧૫ એમએલ સેનિટાઇઝરના સ્પ્રે ૧૫ સેકન્ડ સુધી કામ કરે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here