સેના પ્રમુખે લદ્દાખમાં ચીની સેનાને પછાડનાર જવાનોનું સન્માન કર્યું

0
16
Share
Share

લદ્દાખ,તા.૨૪

ભારત ચીન બોર્ડર પર લદાખમાં ૧૫ જૂને બંને સેનાઓ વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. આ અથડામણમાં ભારતના ૨૦ જવાન શહીદ થયા હતા. છતાં ભારતીય સેનાએ ચીની સેનાને જડબાતોડ જવાબ આપ્યો હતો. આજે સેનાએ પ્રમુખ એમ.એમ. નરવણે પૂર્વી લદ્દાખની ફોરવર્ડ પોસ્ટની મુલાકાતે પહોંચ્યા હતા અને જવાનોનું સન્માન કર્યું હતું.

સેનાએ પ્રમુખ નરવણેએ પૂર્વી લદાખના ફોરવર્ડ પોસ્ટ પર એ જવાનોને પ્રશસ્તિ પત્ર આપી સન્માન કર્યું હતું જેમને ચીની સૈનિકોનો મુકાબલો કર્યો હતો.

જણાવી દઈએ કે, મંગળવારથી જ સેનાએ પ્રમુખ લદ્દાખની મુલાકાતે છે. ગઈકાલે તેમને ઘાયલ જવાનોની મુલાકાત કરી હતી. તેમને શબ્બાસી આપતા જણાવ્યું હતું કે હજુ કામ પૂરું થયું નથી. હવે સેનાએ પ્રમુખ પૂર્વી લદ્દાખની ફોરવર્ડ પોસ્ટ પર પહોંચ્યા હતા. આ એજ વિસ્તાર છે જ્યાં ભારત ચીન સેનાએ વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. સેનાએ પ્રમુખની સાથે ઉત્તરી સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ વાઈ કે જોશી અને કોર્પ કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ હરીન્દર સિંહ પણ ફોરવર્ડ લોકેશન પાર હાજર હતા. અહીં સેના પ્રમુખે સ્થિતિની સમીક્ષા કરી હતી અને કમાન્ડર્સ સાથે ચર્ચા કરી હતી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here