સેનાને મોટી સફળતાઃ કુલગામ પાસેથી બે આતંકીઓની ઝડપી પાડ્યા

0
14
Share
Share

કુલગામ,તા.૯

સુરક્ષાબળોને મોટી સફળતા મળી છે. ટ્રકથી કાશ્મીર જઇ રહેલા બે આતંકીઓેને સુરક્ષાબળોએ કુલગામના જવાહર ટનલની પાસે ધરપકડ કરી છે. તેમની પાસે બે છદ્ભ- ૪૭ રાઇફલ, આઇઇડીથી ભરેલા બોક્સ જપ્ત કર્યા છે. સુરક્ષા એજન્સીઓ તેની પૂછપરછમાં લાગી છે.

પહેલા પણ ટ્રકથી આતંકીઓના ઘાટી જવાની પુષ્ટિ થઇ છે. પુલવામા હુમલામાં સામેલ જૈશે-આતંકી પણ ટ્રક દ્વારા જ જમ્મુથી થઇને શ્રીનગર પહોંચ્યા હતા. સૂત્રો અનુસાર સુરક્ષાબળોએ જમ્મુથી શ્રીનગર તરફ જઇ રહેલા ટ્રકને જવાહર ટનલની પાસે રોક્યા હતા.

આ તપાસ દરમિયાન બે આતંકીઓને પકડવામાં સફળતા મળી છે. જેમની પાસે બે મેગેઝિનની સાથે એક એકે-૪૭ રાઇફલ, ત્રણ મેગેઝિનની સાથે એક એમ-૪ યૂએસ કાર્બાઇન, ૧૨ મેગેઝિનની સાથે છ ચીની પિસ્તોલ અને આઇઇડીથી ભરેલા બોક્સ જપ્ત કર્યા છે. પોલીસે સૂત્રોએ આતંકીઓની ધરપકડ કરવાની પુષ્ટિ કરી છે.

સુરક્ષા એજન્સીઓ તેની પૂછપરછ કરીને એ તપાસ લગાવવાના પ્રયાસ કરી રહી છે. છેલ્લે તે ક્યાંથી ક્યાં જઇ રહ્યા હતા અને હથિયાર તેની પાસે કઇ રીતે પહોંચ્યા તે જાણી રહી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here