સેક્સી, આકર્ષક લુક માટેના સ્ટાઈલ મંત્રો

0
9
Share
Share

દુનિયાની કઈ માનુની હશે જેને સુંદર અને સેક્સી દેખાવું ન ગમે. પણ દરેક સ્ત્રીને ખૂબસુરતીનું  ઈશ્વરદત્ત વરદાન નથી હોતું. આમ છતાં જરૃરી નથી કે તમે મૂળભૂત રીતે સૌંદર્યવાન હો તો  જ સેક્સી દેખાઈ શકો. દેખાવ  પ્રત્યેની સજાગતા અને નાની નાની કાળજીથી તમે તમારી જાતને સેક્સી અદામાં પેશ કરી શકો છો. રોજિંદા જીવનમાં થોડી સ્ટાઈલ ઉમેરીને તમે લોકોનું ધ્યાન આકર્ષિત કરી શકો છો.યુવતીના અધર તેના ચહેરાની સુંદરતાનું મહત્ત્વનું અંગ છે. સાદગીપૂર્ણ દેખાવ માટે હળવા રંગની લિપસ્ટિક ચાલશે પણ સેક્સી દેખાવા માટે ઘેરો રંગ વધારે યોગ્ય રહેશે. ખાસ કરીને આકર્ષક લાલ રંગ. સૌથી પહેલાં લિપલાઈનર વડે હોઠને સુંદર આકાર આપીને પછી તમારી ત્વચા પર ઓપી ઉઠે એવા લાલ રંગની લિપસ્ટિક લગાડો. ઘેરા રંગની લિપસ્ટિક લગાવો ત્યારે ચહેરા પરનો મેકઅપ હળવા રંગનો કરો જેથી  ચહેરા પર હોઠની રંગત નોખી તરી આવે.તેવી જ રીતે  ગ્લેમરસ દેખાવા માટે હલકા રંગનો મેકઅપ કરો અને ખભાને અડે એટલી મોટી ઈયરિંગ પહેરો. મોટી ઈયરિંગ સાથે શક્ય હોય તો બીજા કોઈ ઘરેણાં ન પહેરો અથવા તદ્દન હળવા ઘરેણાં પહેરો.સ્ટાઈલમાં પહેરવામાં આવેલો સ્કાર્ફ પણ માનુનીને સેક્સી લુક આપે છે. જો યોગ્ય રીતે પહેરવામાં આવે તો સ્કાર્ફ જેટલી આકર્ષક વસ્તુ બીજી કોઈ નથી. તમારા આઉટફીટ સાથે મેળ પેડ એવો સ્કાર્ફ પહેરીને તમે આકર્ષક દેખાઈ શકો છો.લોકોનું ધ્યાન આપોઆપ તમારા તરફ ખેંચાય તે માટે એક્ઝોટિક લૂક અપનાવો. અલબત્ત બાંધણી પ્રિન્ટ કે ભરતકામ કરેલા ડ્રેસ પણ આકર્ષક લાગે છે. પણ સેક્સી દેખાવા માટે પશ્ચિમી સ્ટાઈલ વધારે અનુકૂળ રહે છે. એથનિક લૂક જો આકર્ષક દેખાવ  આપે છે તો એક્ઝોટિક દેખાવ તમારો અંદાજ છત્તો કરે છે.આજની તારીખમાં ખુલ્લી પીઠ સેક્સી દેખાવનો મુખ્ય  મંત્ર બની ગઈ છે. તેથી જ સાડી સાથે ઓફ્ફ શોલ્ડર બ્લાઉઝની ફેશને માઝા મૂકી છે. જો તમારી પીઠ સુંદર હોય તો ઓફ્ફ શોલ્ડર બ્લાઉઝ અથવા ઓપન બેક ડ્રેસ પહેરવાનો મોકો ન ગુમાવો. આનાથી તમે બ્યુટીફૂલ સાથે બોલ્ડ પણ દેખાશો.

ગોગલ્સ પણ એક મહત્ત્વનું ફેશન અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ છે. આંખો પર ચઢાવેલા આકર્ષક ગોગલ્સ તમારી સ્ટાઈલમાં ચાર ચાંદ લગાવી દેશે. કદાચ એવું પણ બને કે સરસ મઝાના ગોગલ્સ પહેર્યા પછી તમને આકર્ષક દેખાવા માટે બીજી કોઈ વસ્તુની જરૃર જ ન પડે. તડકો પડી રહ્યો હોય ત્યારે ગોગલ્સ તમારી આંખોને રક્ષણ આપશે પણ જ્યારે તડકો ન હોય ત્યારે સ્ટાઈલીશ દેખાવા માટે તેને માથા પર ચઢાવી દો.એક નૂર આદમી, હજાર નૂર  કપડાં કહેવત એમ ને એમ નથી પડી. સુંદર કપડાં વ્યક્તિના વ્યક્તિત્વને નિખારવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. સેક્સી દેખાવા માટે સુંવાળા કપડા યોગ્ય પસંદગી બની રહે છે. આવા કપડાંથી ફક્ત દેખાવ જ આકર્ષક નથી બનતો પણ આ કપડાં પહેરનાર વ્યક્તિમાં આત્મવિશ્વાસ  ઉત્પન્ન થાય છે. સિલ્ક, સાટિન, બટર સિલ્ક અથવા મલાઈ સિલ્ક જેવા  કપડાંમાંથી બનેલા વસ્ત્રો ધારણ કરેલી યુવતી લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષીત કરવામાં  સફળ રહે છે.આકર્ષક દેખાવ માટે મેક-અપ, જ્વેલરી  અને વસ્ત્રો જેટલાં જરૃરી છે એટલી જ જરૃરી હેંડબેગ અથવા પર્સ છે. તમારા  વસ્ત્ર પરિધાનને અનુરૃપ આકર્ષક હેન્ડબેગ તમારા દેખાવને અનોખો બનાવી દે છે. પણ જો હેન્ડબેગની પસંદગી ચૂકી ગયા તો આખા દેખાવની મઝા મરી જશે.બીજું બધું તો જોઈ લીધું પણ જૂતાનું શું? તમારા ખૂબસુરત દેખાવ સાથે મેચ  થાય એવા ખૂબ સુંદર, નાજુક પગરખાં કેમ ભૂલાય? તેમાં પણ એક પગમાં ડ્રેસ અને એક્સેસરીઝને મેચ કરતી પાયલ પહેરી હોય તો જૂતાની સુંદરતા ઓર વધી જશે. બસ, આટલું કરીને તમે તમારા સામાન્ય દેખાવને પણ ખાસ બનાવી શકો છો અને લોકોનું ધ્યાન તમારા તરફ ખેંચી શકો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here