સેકેન્ડ હેન્ડ સ્મોકથી બાળકોને ખતરો

0
49
Share
Share

સેકેન્ડ હેન્ડ સ્મોકને લઇને ફરી એકવાર ચોંકાવનારી વિગત સપાટી પર આવી છે. ભારતમાં આજે સ્મોકિંગ કરનાર લોકોની સંખ્યા ખુબ મોટી રહેલી છે. આવા લોકો કોઇ પણ જગ્યાએ સ્મોકિંગ કરવા લાગી જાય છે. વર્ડ ટોબેકો ડે નજીક છે ત્યારે તેને ધ્યાનમાં લઇને પહેલાથી જ સાવધાની રાખવા માટેની સલાહ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. આ કડીમાં આગળ વધીને હવે વિશ્વ આરોગ્ય સંસ્થા ( ડબલ્યુએચઓ)દ્વારા લોકોને સાવધાન રહેવા માટે કહી રહી છે. તેનુ કહેવુ છે કે સેકેન્ડ હેન્ડ સ્મોકથી બાળકોને બચાવી રાખવા માટે સક્રિય રીતે પ્રયાસ કરવાની જરૂર છે. બાળકોને કેટલીક પ્રકારની બિમારીથી બચાવવા માટે સ્મોકિંગથી દુર રાખવાની જરૂર છે. રિસર્ચમાં કહેવામાં આવ્યુ છે કે સેકેન્ડ હેન્ડ સ્મોક બાળકો માટે ખુબ ખતરનાક છે. સેકેન્ડ હેન્ડ સ્મોકને પેસિવ સ્મોકિંગના નામથીપણ ઓળખવામાં આવે છે. સેકેન્ડ હેન્ડ સ્મોક બાળકોને કઇ પ્રકારની બિમારીથી બચાવી લે છે તે બાબત પર ધ્યાન આપવાની જરૂર છે. સ્મોકિંગ કરનાર લોકોને અમે સામાન્ય રીતે નિહાળીએ છીએ કે તેઓ બાળકોની સામે પણ સ્મોકિંગ કરે છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કેટલીક સરકારી જાહેરાત  મારફતે પણ આને લઇને લોકોને સાવધાન કર્યા છે. અભ્યાસમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે સ્મોકિંગ કરવાના કારણે બાળકોમાં ૫૦ ટકાથી ૧૦૦ ટકા સુધી રેસ્પિરેટ્રી સિસ્ટમ સાથે જોડાયેલી સમસ્યા થાય છે. જો શ્વાસ લેવા સાથે સંબંધિત સમસ્યા બાળકોને નાની વયથી જ થઇ જાય છે તો વધતી વયમાં આ સમસ્યા વધારે પરેશાન કરે છે. રેસ્પિરેટ્રી સિસ્ટમ અમારા શ્વસનતંત્રના એક હિસ્સા તરીકે હોય છે. જેના કારણે અમારા શરીરમાં શ્વાસની પ્રક્રિયા નિયમિત રીતે ચાલે છે. કેટલાક વૈજ્ઞાનિકો દ્વારા તો દાવો કરવામાં આવ્યો છે કે જે લોકો સિગારેટ પીતા નથી તે પેસિવ સ્મોકિંગના કારણે શિકાર થાય છે. પેસિવ સ્મોકિંગની બાળકો પર સૌથી વધારે ગંભીર અસર થાય છે. આના કારણે બાળકોમાં શ્વાસ સંબંધિત તકલીફ, ેમ્ફીસીમા, ફેકસાના કેન્સર , ન્યુમોનિયાનો ખતરો રહે છે. જેથી જે લોકો સ્મોકિંગ કરે છે તેહાલમાં સ્મોકિંગને ટાળે તે જરૂરી છે. ખાસ કરીને પોતાની ખરાબ ટેવના કારણે બાળકો પણ પરોક્ષ રીતે શિકાર થાય છે. ાાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પેસિવ ધુમ્રપાન બાળકોમાં બહેરાશ લાવવામાં ભૂમિકા ભજવે છે. આ પ્રકારના વાતાવરણમાં રહેનાર બાળકોના શરીરમાં ધૂમ્રપાનની ખૂબ જ માઠી અસર થાય છે. આ પ્રકારના ધૂમ્રપાનથી કેટલીક ગંભીર પ્રકારની આરોગ્યની તકલીફ ઊભી થાય છે. તે પ્રકારના તારણો પહેલાંથી જ બહાર આવી ચૂક્યા છે. સેકન્ડ હેન્ડ સ્મોકના કારણે પણ ટીનેજરો ઉપર માઠી અસર થાય છે. આવા ધૂમ્રપાનથી બાળકોમાં સાંભળવાની શક્તિ જતી રહેવાનો ખતરો રહે છે. ૧૨થી ૧૯ વયના ૧૫૦૦ જેટલા લોકોને આવરી લઈને ન્યૂયોર્ક યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સેકન્ડ હેન્ડ સ્મોકના કારણે ગ્રસ્ત બાળકો સાંભળવાની શક્તિ વધારે ગુમાવે છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે પેસિવ  સ્મોકિંગથી એક એવા વિસ્તારને બ્લડ સપ્લાયને અસર કરે છે જે દરેક વ્યક્તિ માટે ખૂબ જ ઉપયોગી હોય છે અને આ વિસ્તાર વ્યક્તિની ભાષા સમજવા અને સાંભળવાની શક્તિને સક્ષમ રાખવામાં ભૂમિકા ભજવે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે નાના બાળકો ધરાવતા માતાપિતા પૈકીના ઘણા માતાપિતા બાળકો ઘરે અભ્યાસ કરે છે ત્યારે અથવા તો રમતા હોય છે ત્યારે ઘરમાં ધૂમ્રપાન કરે છે. આ વાતાવરણમાં રહેનાર બાળકોનું સ્કૂલમાં વર્તન પણ અશાંત રહે છે. શિક્ષણમાં પણ નબળા હોય છે. ભણવામાં નબળા હોવાના કારણો જાણવા મળ્યા નથી. તારણોમાં જણાવવામાં આવ્યું છે કે આરોગ્યની ઘણી સમસ્યાઓ ધૂમ્રપાનને લીધે ઊભી થાય છે. અસ્થમા, હાર્ટના રોગ, ફેંફસાના કેન્સર સહિતના ઘણા ગંભીર રોગ ધૂમ્રપાનના કારણે થાય છે તેવા અહેવાલ પહેલેથી જ આવી ચૂક્યા છે.

આ અભ્યાસ કરતી વેળા સંશોધકોએ ટીનેજરોની સાંભળવાની વ્યાપક પ્રવૃત્તિમાં અભ્યાસ કર્યો હતો. વર્લ્ડ ટોબેકો દિવસ આવે તે પહેલા જ ખાસ અભિયાનની શરૂઆત કરવામાં આવી ચુકી છે. જેના કારણે લોકોને જરૂરી માહિતી મળી શકે છે.

મોટી વયે પિતા બનવાનો ક્રેઝ

તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે મોટી વયમાં પિતા બનવાની બાબત બાળકો માટે સારી રહે છે. મોડેથી પિતા બનવાની બાબત સાથે બાળકોની લાંબી લાઈફ સાથે સીધો સંબંધ રહેલો છે. અમેરિકી વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે એવા બાળકો જેના પિતા અને દાદાની વય વધારે હોય છે. તે બાળકોની જેનેટિક બનાવટ જુદા પ્રકારની હોય છે. અને તેમની વય વધારે હોઈ શકે છે. અમેરિકી વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોઈ વ્યક્તિના સ્પર્મની જિનેટિક બનાવટ વયની સાથે બદલાય છે અને તેના ડીએનએ  કોડ એવા બની જાય છે જેનાથી વય વધે છે. અને આ જિનેટિક કોડ બાળકોને મળે છે. ૧૭૭૮ લોકોને આવરી લઈને કરવામાં આવેલા અભ્યાસ બાદ આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે. આ અભ્યાસના પરિણામ અમેરિકી સંસ્થા નેશનલ એકેડમી ઓફ સાયન્સના જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વયના સંબંધ ટેલોમેયર જેવી બાબત સાથે સંબંધિત છે. જે જિનેટિક કોડ અથવા તો ડીએનએ ને રાખનાર ગુણ સુત્રોના ટોંચ ઉપર સ્થિત હોય છે. સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે ટેલોમેયર નાના હોવાની સ્થિતિમાં વય નાની હોય છે. ટેલોમેયર ક્રોમોઝોમ અથવા તો ગુણ સુત્રોને નુકશાન થવાથી બચાવે છે. મોટાભાગના કોષમાં તેની લંબાઈ વય વધવાની સાથે ઘટી જાય છે. પરંતુ નવા અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સ્પર્મમાં ટેલોમેયરની લંબાઈ વયની સાથે વધી જાય છે. પુરુષો પોતાના ડીએનએ સ્પર્મ મારફતે બાળકોને આપે છે. જેથી આગામી પેઢીમાં આ લાંબા સમય ટેલોમેયર પરંપરાગત ગુણને આગળ વધારે છે. આ અભ્યાસના તારણો ખૂબ જ મહત્વપૂર્ણ છે. સામાન્ય રીતે એવી ગણતરી રહે છે કે પિતા બનવામાં મોડુ થવાથી ગર્ભપાતનો ખતરો વધી જાય છે. પરંતુ વૈજ્ઞાનિકો માને છે કે આરોગ્યની દ્રષ્ટિએ આના ફાયદા રહેલા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here