સુસ્ત અર્થવ્યવસ્થા વચ્ચે જાન્યુઆરીમાં પણ રિટેલ ફૂગાવો વધીને ૭.૫૯ પર પહોંચ્યો

0
45
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૨
મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે થયેલા ઘટાડાને કારણે ભારતમાં ફેક્ટરીનું ઉત્પાદન ડિસેમ્બરમાં ઘટ્યું હતું જ્યારે રિટેલ ફુગાવો જાન્યુઆરીમાં સતત છઠ્ઠા મહિને વધ્યો હતો, જેનાથી વિકસતી ભારતીય અર્થવ્યવસ્થાની પુનઃપ્રાપ્તિ પ્રક્રિયાને શંકાની નજરે જોવામાં આવી રહ્યું છે.
બુધવારે નેશનલ સ્ટેટિસ્ટિકલ ર્ગેનાઇઝેશન(એનએસઓ) દ્વારા જારી કરાયેલા આંકડા દર્શાવે છે કે ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક ડિસેમ્બરમાં એક મહિના અગાઉના ૧.૮ ટકાની પ્રોવિઝનલ ગ્રોથ કરતા ૦.૩ ટકા ઘટ્યો હતો, જ્યારે રિટેલ ફુગાવો જાન્યુઆરીમાં વધીને ૭.૫૯ ટકા થયો હતો, જે અગાઉના મહિનામાં ૭.૩૫ ટકા હતો.
મેન્યુફેક્ચરિંગ સેક્ટરના આઉટપુટમાં એક વર્ષ પહેલાં સમાન મહિનામાં ૨.૯ ટકાની વૃદ્ધિની તુલનામાં ૧.૨ ટકાનો ઘટાડો થયો છે.
ડિસેમ્બર ૨૦૧૮ માં ૪.૫ ટકાની વૃદ્ધિ સામે વીજળી ઉત્પાદનમાં પણ ૦.૧ ટકા ઘટાડો થયો છે. જો કે માઇનિંગ સેક્ટરના આઉટપુટમાં અગાઉના ૧ ટકાના ઘટાડાની તુલનામાં ૫.૪ ટકાનો વધારો થયો છે.
જાન્યુઆરીમાં શાકભાજીના ભાવમાં ફુગાવો ડિસેમ્બરમાં ૬૦.૫ ટકાની સામે ૫૦.૧૯ ટકા રહ્યો હતો. અનાજ અને ઉત્પાદનોનો ફુગાવો દર જાન્યુઆરીમાં ૫.૨૫ ટકા હતો જે મહિનાની પહેલાં ૪..૩૬ટકા હતો.
કઠોળ અને ઉત્પાદનોનો ફુગાવો જાન્યુઆરીમાં ૧૬.૭૧ ટકા હતો જે ડિસેમ્બરમાં ૧૫.૪૪ ટકા હતો. માંસ અને માછલીની કિંમતો જાન્યુઆરીમાં ૧૦.૫ ટકા પર આવી હતી જે મહિનાની પહેલાં ૯.૫ ટકા હતી. ઇંડામાં ફુગાવો ડિસેમ્બરમાં ૭.૭ ટકાની સામે ૧૦.૪ ટકા હતો.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here