સુસવાવ પાસે ખેતરના દસ્તાવેજ કરવા જતા પરિવારની કાર ગેસ ટેન્કરમાં ઘૂસી જતા ૨ના મોત

0
22
Share
Share

હળવદ,તા.૨૩

માળીયા કચ્છ હાઈવે પર અવારનવાર અકસ્માત બનતા હોય છે. ત્યારે મુંબઈથી વતન કચ્છ જતા પરિવારને આજે સવારે અકસ્માત નડ્યો છે. પરિવાર માંડવીના આંસબીયા ગામે ખેતરના દસ્તાવજે કરવા જતો હતો ત્યારે આગળ જઈ રહેલા ઈન્ડેન ગેસના ટેન્કર પાછળ કાર ઘૂસી જતા ઘટનાસ્થળે જ બે લોકોના મોત થયા છે. જ્યારે બેને ઈજાઓ પહોંચી છે. બંને ઈજાગ્રસ્તોને હળવદની સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે બંનેને સુરેન્દ્રનગર રિફર કર્યા છે. મુંબઈથી જૈન પરિવારના ચાર સભ્યો કચ્છના માંડવી તાલુકાના મોટા આંસબીયા ગામે ખેતરની જમીનના દસ્તાવેજ કરવા જતા હતા.

ત્યારે સવારે ૮ વાગ્યાના આસપાસ હળવદના સુસવાવ અને નવા ધનાળા ગામ વચ્ચે પહોંચતા માળિયા તરફ જતાં ગેસ ટેન્કરની પાછળ ધડાકાભેર કાર ઘૂસી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં હળવદ પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઈન્ડેન ગેસના ટેન્કરની ખુલ્લી બોડી પાછળ એમએચ૦૧બીબી૭૫૦૭ નંબરની કાર ઘૂસી જતાં ઘટનાસ્થળે જ ૨૬ વર્ષીય બ્રિજ બિપીન ગાલા અને ૬૨ વર્ષીય બિપીનભાઈ ઠાકરશીભાઈ ગાલાનુ મોત નિપજ્યું હતું. જ્યારે ૩૨ વર્ષીય વિકી બિપીનભાઈ ગાલા અને કલ્પનાબેન બિપીનભાઈ ગાલાને ગંભીર ઈજા પહોંચી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here