સુષ્મિતા સેનના ભાઈનું લગ્ન જીવનમાં તિરાડ..!!

0
18
Share
Share

મુંબઇ,તા.૨૨

બોલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેનનો ભાઈ રાજીવ સેન અને તેની પત્ની ચારુ આસોપાના સંબંધોમાં મતભેદ ચાલી રહ્યા છે. સમાચારો અનુસાર, બંને વચ્ચેના સંબંધોમાં તકરાર વધી ગઇ છે. આ તકરારને કારણે રાજીવ પત્નીને છોડીને દિલ્હી પાછો આવી ગયો છે. જ્યારે ચારુ અસોપાએ રાજીવને સોશિયલ મીડિયા પર બ્લોક કરવાની સાથે તેની સરનેમ પણ બદલી દીધી છે. એક રિપોર્ટ મુજબ, ‘રાજીવ સેન ૨૯ મેથી ચારુ આસોપા સાથેની લડાઈને કારણે દિલ્હી આવ્યો હતો અને ત્યારથી તે ત્યાં જ તેના ઘરે રહે છે. રાજીવ સેન અને ચારુ આસોપા વચ્ચે ઝઘડો થયાના સમાચાર બીજી વખત સામે આવ્યા છે.

થોડા સમય પહેલા રાજીવ સેન અને ચારુ આસોપા વચ્ચેના વિવાદ અંગેના સમાચાર આવ્યા હતા. તાજેતરમાં જ ચારુ આસોપા ઇન્ટીમેટ તસવીરોને લઈને પતિ રાજીવ સેન સાથે ઘણી ચર્ચામાં રહી હતી. તે તસવીરોમાં ચારુ ખાનગી પળોની મજા માણતા જોવા મળ્યા હતા, જેને લોકોએ હદથી વધારે પ્રાઇવેટ ગણાવતા ટ્રોલ કરી હતી. ચારુએ ટ્રોલ કરનારાઓને જડબાતોડ જવાબ આપતા કહ્યું હતુ કે મને આ સમજમાં નથી આવતું, જીવો અને જીવવા દો. લોકો ઘણા નેગેટિવ થઇ ગયા છે અને તમે બસ આજ કરી શકો છો કે આ દરેક પર ધ્યાન ન આપીને આગળ વધી શકો છો, નેગેટિવિટીને પોતાની પર હાવી ન થવા દો.

મને પણ આજ યોગ્ય લાગે છે. ઉલ્લેખનીય છે કે લગ્ન પછી આ કપલ સતત ૩ મહિના સુધી હનીમૂન પર હતું અને સોશિયલ મીડિયા પર ફોટો વીડિયો અપલોડ કરતા હતા. ચારુ એક જાણીતી ટીવી એક્ટ્રેસ છે. ચારૂને ઘણી વખત નકારાત્મક ભૂમિકામાં જોવા મળી છે. ટીવી સીરિયલ ‘અગલે જનમ મોહે બિટિયા ન કીજો’ પરથી અભિનેત્રીને ઘણી પ્રસિદ્ધિ મળી અને તે પછી ચારુએ ક્યારેય પાછળ જોયું નહીં. ચારુ ‘મેરે અંગને મેં’, ‘બડે અચ્છે લગતે હૈં’, ‘દેવોં કે દેવ મહાદેવ’, ‘ટશન-એ-ઇશ્ક’ અને ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવતા જોવા મળી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here