સુશાંત રાજપૂતનું મોત ચૂંટણીમાં મુદ્દો રહેવાનો નથીઃ સુશીલ મોદી

0
9
Share
Share

પટના,તા.૧૪

બિહાર ભાજપના નંબર વન નેતા સુશીલ કુમાર મોદીએ કહ્યું કે સુશાંત સિંહ રાજપૂતનું મોત ચૂંટણીમાં મુદ્દો રહેવાનો નથી અને ના તો સુશાંતના કેસમાં રાજનીતિકરણ કરવાનો કોઇ પ્રશ્ન છે.

એક ઇન્ટરવ્યુમાં સુશીલ કુમાર મોદીને પૂછવામાં આવ્યું હતું કે બિહારમાં સુશાંત કેસની એફઆઇઆર કરવી અને બાદમાં કેસની સીબીઆઈ તપાસની માંગણી કરવી, શું આ કેસના રાજનીતિકરણ માટે કરાયું. તેના પર સુશીલ મોદીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશથી સીબીઆઈને કેસ ટ્રાન્સફર થયો છે અને કોર્ટે નહોતું કહ્યું કે બિહારમાં એફઆઇઆર કરવી ખોટું હતું.

સુશીલ કુમાર મોદીએ કહ્યું કે આ કેસનું રાજનીતિકરણ કરવાનો કોઇ પ્રશ્ન જ નથી. સુશીલ મોદીએ એમ પણ કહ્યું કે સુશાંતના મોત પહેલાં હું નહોતો જાણતો કે તેઓ બિહારથી હતા. બાદમાં મને ખબર પડી કે તેમના એક કઝીન બિહાર ભાજપનો હિસ્સો છે. આપને જણાવી દઇએ કે કઝીન નીરજ કુમાર બિહારમાં ભાજપમાંથી ધારાસભ્ય છે.

સુશીલ મોદીએ કહ્યું કે સુશાંતના મોત બાદ બિહાર અને દેશમાં એક ભાવના જાગૃત થઇ સાથો સાથ એ પણ એક ધારણા હતી કે મહારાષ્ટ્ર સરકાર વસ્તુઓને દબાવા માંગે છે. જો કે ચૂંટણી પર સુશીલ મોદીએ સ્પષ્ટ કહ્યું કે બિહાર ચૂંટણીમાં સુશાંતનું મોત મુદ્દો રહેવાનો નથી. જો કે ટિ્‌વટર પર સુશીલ કુમાર મોદી ચોક્કસ સુશાંત સાથે જોડાયેલા મુદ્દા ઉઠાવી રહ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here