સુશાંત કેસમાં રિયાની નવી પિટિશન, કહ્યું-મને પોલિટિકલ એજન્ડાનો શિકાર બનાવવામાં આવી છે

0
23
Share
Share

મુંબઈ,તા.૧૦

અભિનેત્રી રિયા ચક્રવર્તીએ સોમવારે સુપ્રીમ કોર્ટમાં બીજી પિટિશન ફાઈલ કરી હતી. તેનો આક્ષેપ છે કે મીડિયાએ સુશાંત સિંહ રાજપૂતના કેસના ઇન્વેસ્ટીગેશનની પ્રક્રિયાને જરૂરિયાત કરતા વધુ પડતી ચગાવી દીધી છે. નોંધનીય છે કે રિયા ઉપર સુશાંતના પરિવારે તેના મૃત્યુ માટે જવાબદાર હોવાના આક્ષેપ મુક્યો છે. રિયાએ ફરિયાદ કરી છે કે મીડિયાએ આ કેસમાં કોઈ ચુકાદો આવ્યા પહેલા જ તેને ગુનેગાર જાહેર કરી દીધી છે. તેના મત પ્રમાણે તેને પોલિટિકલ એજન્ડાનો શિકાર બનાવવામાં આવી છે જેમાં કોઈ પુરાવા વગર તેની ઉપર દોષનો ટોપલો ઢાળી દેવામાં આવ્યો છે. તેણે ફરિયાદ કરી છે કે આ કારણે તે ખૂબ તણાવમાં રહે છે અને તેની પ્રાઇવસી પણ સચવાતી નથી. આ પિટિશનમાં બે હાઈપ્રોફાઈલ કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ટુજી કૌભાંડ અને તલવાર મર્ડર કેસ જેમાં મીડિયાએ આરોપીઓને દોષિત પુરવાર કરી દીધા હતા અને બંને કેસમાં આરોપીઓને અંતે કોર્ટ દ્વારા નિર્દોષ પુરવાર કરવામાં આવ્યા હતા. રિયાએ આ કેસમાં ઈડી, સીબીઆઈ અને બિહાર પોલીસ ત્રણેય સામે ફરિયાદ કરતા પિટિશનમાં જણાવ્યું હતું કે તેમને આ કેસમાં આટલી ઝડપથી કોઈ ન્યાયતંત્ર તરફથી મળેલા આદેશ વગર આવી કડક તપાસ કરવાની સત્તા કેવી રીતે મળી તે અંગે સવાલ ઉઠાવ્યો હતો. આ ઉપરાંત તેમ પણ જણાવ્યું હતું કે આ ઘટના મહારાષ્ટ્રમાં બની છે અને ઠાકરે સરકારે હજુ સુધી કોઈ એજન્સીને તપાસ માટે બોલાવ્યા નથી.

આ ઉપરાંત પિટિશનમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને બિહારની આગામી ચુંટણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે બિહારના ઝ્રસ્એ પોતે રસ લઇને આ કેસમાં હ્લૈંઇ લાગુ થાય તે માટે પગલાં ભર્યા હતા. પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે સુશાંતની મોત બિહારની ચુંટણી આવવા જય રહી છે તે સમયે જ બની છે. આમ આ એક રાજકીય મુદ્દો બની ગયો છે. તેણે એમ પણ કહ્યું હતું કે આ સમયે બીજા પણ અભિનેતાઓએ આત્મહત્યા કરી છે પરંતુ તેમની તરફ કોઈનું ધ્યાન ગયું નથી અને ફક્ત આ કેસની ચગાવવામાં આવી રહ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here