સુશાંત કેસમાં મુંબઈમાં આવનાર સીબીઆઈ ટીમને પહેલા પરવાનગી લેવી પડશેઃ બીએમસી

0
27
Share
Share

મુંબઈ,તા.૧૦

કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ સુશાંત સિંહ રાજપૂત કેસમાં તપાસ હજુ તો શરૂ પણ કરી નથી ત્યાં તો મહારાષ્ટ્ર સરકારે સીબીઆઈના રસ્તા પર નવી અડચણો ઉભી કરી દીધી છે. મુંબઈના મેયરે કહ્યું કે જો સુશાંત કેસમાં સીબીઆઈએ પરમિશન વિના મુંબઇમાં પગ મૂક્યો તો ૧૪ દિવસ સુધી ક્વોરન્ટાઇન રાખશું. હવે મહારાષ્ટ્રની વિપક્ષી પાર્ટી આના પર ઠાકરે સરકારને ઘેરી રહી છે. બીએમસીએ ફટાફટ કોરોનાને લઈને એક માર્ગદર્શિકા બહાર પાડી છે. મુંબઈના મેયર કિશોરી પેડનેકરે જાહેરાત કરી છે કે સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ કરી રહેલ સીબીઆઈ અધિકારીઓએ મુંબઈ આવતા પહેલા બીએમસીની પરવાનગી લેવી પડશે. જો એ પરમિશન નહીં લે તો તેમને ૧૪ દિવસ માટે ક્વોરન્ટાઇન રાખવામાં આવશે.

બીએમસીએ ૩ ઓગસ્ટે એસઓપીની જાહેરાત કરી છે. એસઓપીમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ સરકારી અધિકારી ફ્લાઇટ દ્વારા મુંબઇ આવે છે, તો તેણે ક્વોરન્ટાઇનમાંથી મુક્તિ મેળવવા માટે ૨ કાર્યકારી દિવસ પહેલા સંબંધિત વિભાગની એનઓસી લેવી પડશે. કેમ આવે છે? કામ કેટલું મહત્વનું છે અને શા માટે ક્વોરન્ટાઇનમાં છૂટ જોઈએ છે. આ બધી બાબતોની જાણ કરવી પડશે. આ માહિતી આપ્યા બાદ તેને એસઓપીનું પાલન કરવું પડશે. જો ન કર્યું તો અમે સરકારી અધિકારીને ક્વોરન્ટાઇન કરી દેશું.

સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ માટે હાલમાં મુંબઇ આવેલા પટના એસપી વિનય તિવારીને બીએમસી દ્વારા નિયમો સમજાવીને અલગ ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હતા. બીએમસીના આ નિર્ણય બાદ ભાજપના પ્રવક્તા નિખિલ આનંદે પ્રતિક્રિયા આપી હતી. નિખિલ આનંદે કહ્યું- ‘મુંબઈના મેયર હવે સીબીઆઈને અલગ રાખવાની ધમકી આપી રહ્યા છે. સ્પષ્ટ છે કે બીએમસી ઇરાદાપૂર્વક આઈપીએસ વિનય તિવારીને ક્વોરન્ટાઇન રાખ્યા હતા. આનંદે વધુમાં કહ્યું કે રિયા સાથે મળીને સંજય રાઉત સુશાંત સિંહની વિગતો લીક કરી રહ્યા છે. તે સુશાંતના પરિવાર સામે ફેક્ટલેસ બકવાસની વાત કરી રહ્યા છે. એવું લાગે છે કે અભિનેતાની શંકાસ્પદ મૃત્યુના તમામ રહસ્યો શિવસેનાને જ ખબર છે. કારણ કે સીબીઆઈની તપાસને કારણે શિવસેના સૌથી વધારે દુખી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here