સુશાંત કેસમાં બીજેપીના એમએલએ નીરજ કુમાર સિંહે દાવો

0
22
Share
Share

સાક્ષીઓને ધમકી આપવામાં આવી રહી છે

મુંબઈ,તા.૧૮

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા મામલામાં તેના કઝિન ભાઈ અને બીજેપીના એમએલએ નીરજ કુમાર સિંહે દાવો કર્યો કે, સાક્ષીઓને ધમકી આપવામાં આવી રહી છે અને મુંબઈ પોલીસ તેઓને કોઈ સુરક્ષા આપી રહી નથી. તેણે કહ્યું કે, જે રીતે તમામ વસ્તુઓ સામે આવી રહી છે તેનાથી સાક્ષીઓને જીવનો ખતરો છે. અમે માગ કરીએ છે કે સાક્ષીઓને પોલીસ સુરક્ષા આપવમાં આવે.

હાલમાં જ સુશાંતની ડાયરીના થોડા પન્નાઓને સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ નીરજે મુંબઈ પોલીસ પર આરોપ લગાવ્યા હતા. નીરજે કહ્યું કે, સુશાંત હંમેશા ડાયરી લખતો હતો. પણ તેના મોત બાદ પોલીસે મારી સામે તેની તમામ ડાયરી ઉઠાવીને લઈ ગઈ હતી. તો મુંબઈ પોલીસ તરફથી ડાયરી સાથે છેડછાડ પણ કરવામાં આવી છે. પણ ડાયરીમાં બચેલું જે પણ પોલીસને મળ્યું છે, તેમાં લોકો જોઈ શકે છે કે સુશાંતે પોતાના ભવિષ્યનું તમામ પ્લાનિંગ કરી રાખ્યું હતું કે આગામી દિવસોમાં તેને શું કરવું છે.

તો સોમવારે નીરજ સિંહ બબલૂ અને તેની પત્ની નૂતન સિંહે પટનમાં લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાનની મુલાકાત કરી હતી. નૂતન સિંહ ચિરાગ પાસવાનની પાર્ટની એમએલસી પણ છે. આ મુલાકાત દરમિયાન સુશાંતસિંહ રાજપૂતને ન્યાય અપાવવાની માગ કરાઈ હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here