સુશાંત કેસમાં એનસીબી દ્વારા વધુ એક ડ્રગ્સ પેડલરની કરવામાં આવી ધરપકડ

0
17
Share
Share

મુંબઈ,તા.૧૭

સુશાંતસિંહ રાજપૂત મામલામાં દેશની ત્રણ એજન્સીઓ તપાસ કરી રહી છે. આ કેસમાં ડ્રગ્સ કનેક્શન સામે આવ્યા પછી નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો પણ તપાસ કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં એનસીબીએ કેટલાક લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં ગુરૂવારે પણ એનસીબી દ્વારા છાપામારી કરી એક ડ્રગ્સ પેડલરને મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. એનસીબી એ અધિકારીઓને મુંબઈના સાંતાક્રૂઝ વિસ્તારના રહેવાસી જય મધોક નામના ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે. જય ઉપર ડ્રગ્સનો ઉપયોગ અને તેની સપ્લાઈ કરવાનો આરોપ છે. એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ જણાવ્યું હતું કે મધોક કોકેઈનની સાથે હૈશનું પણ વિતરણ કરતો હતો.

એનસીબી પાસેથી મળતી માહિતી મુજબ ધરપકડ કરાયેલા કેટલાક ડ્રગ્સ પેડલરે પૂછપરછ દરમિયાન જય મધોકનું નામ લીધું હતું. એનસીબીએ આ કેસમાં રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક અને અન્ય ૨૨ લોકોની ધરપકડ કરી છે. જો કે આ મામલામાં રિયાને જામીન મળી ચૂક્યા છે. આ પહેલા બુધવારે ધર્મા પ્રોડક્શનના પૂર્વ કાર્યકારી નિર્માતા રહેલા ક્ષિતિજ રવિ પ્રસાદે પેલી જામીન અરજીને કોર્ટ દ્વારા રદ્દ કરી દેવામાં આવી હતી. તેની ડ્રગ્સની લેવડ દેવડ કરવાના આરોપમાં ૨૬ સપ્ટેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેની અરજી રદ્દ કરતા કહ્યું હતું કે ક્ષિતિજ રવિ પ્રસાદે એનસીબીના અધિકારીઓ ઉપર જે પણ આરોપ લગાવ્યા છે તે ખોટા અને પાયાવિહોણા છે.

ક્ષિતિજ રવિ પ્રસાદે પોતાની અરજી દાખલ કરતા અદાલતને જણાવ્યું હતું કે તેને એનસીબીએ હેરાન કર્યો અને જબરદસ્તી રણબીર કપૂર, અર્જુન રામપાલ અને ડીનો મોરિયાને ફસાવવા માટે મજબૂર કર્યો છે. ક્ષિતિજ પ્રસાદે પોતાની અરજીમાં લખ્યું હતું કે, મને આ નામ લેવા માટે જબરદસ્તી કરવામાં આવી હતી. હું આ લોકોને નથી જાણતો અને મને લગાવવામાં આવેલા આરોપો વિશે પણ ખબર નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here