સુશાંત કેસમાં અનુપમ ખેરે કહ્યું- હું આંધળો નથી પરંતુ અત્યારે કંઈ નહીં બોલીશ

0
31
Share
Share

મુંબઈ,તા.૧૭

અભિનેતા સુશાંતસિંહ રાજપૂત મામલામાં નેપોટિઝમનો મુદ્દો ઘણીવાર સામે આવ્યો છે. આ મુદ્દાને લઈને બોલિવૂડના કેટલાક સેલિબ્રિટીઓ પર સતત નિશાન સાધવામાં આવી રહ્યું છે. આ લિસ્ટમાં કરણ જૌહર, મહેશ ભટ્ટ, જાવેદ અખ્તર જેવા તમામ સિતારાઓ સામેલ છે. ત્યારે મહેશ ભટ્ટને એટલા માટે નિશાને લેવામાં આવી રહ્યા છે કારણ કે તેને રિયા ચક્રવર્તીની નજીક હતો. હવે આ મામલામાં મહેશ ભટ્ટના નજીકના મિત્ર અને અભિનેતા અનુપમ ખેરે આ મામલામાં પ્રતિક્રિયા આપી છે. અનુપમ ખેરે કહ્યું હતું કે તે ત્યાં સુધી કંઈ નહીં બોલે જ્યાં સુધી કંઈ સાબિત ન થઈ જાય. તેણે કહ્યું કે હું મહેશનો આભારી છું. તેણે મારા માટે બહું કર્યું છે. જ્યાં સુધી તે મને રૂબરૂ મળીને કંઈ ન કહે અથવા તો જ્યાં સુધી કંઈ સાબિત ન થઈ જાય ત્યાં સુધી તેને બેનિફિટ ઓફ ડાઉટ આપવા માંગીશ. હું આંધળો નથી પરંતુ અત્યારે કંઈ નહીં બોલીશ. મને મારા પરિવારે શિખવ્યું છે કે ક્યારેય એ હાથને ન કાપો જેણે તમને સહારો આપ્યો હોય.

સુશાંત મામલામાં મહેશ ભટ્ટની સાથે પણ પૂછપરછ કરવામાં આવી છે. તેમની સાથે પણ સવાલ જવાબ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવ્યું છે કે મહેશ ભટ્ટ સતત રિયાના સંપર્કમાં હતા. એવામાં તેના પર કેટલાક પ્રકારના આરોપ લગાવવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા ઉપર તો ડાયરેક્ટરને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. હાલમાં તેમની ફિલ્મ સડક-૨નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. પરંતુ માત્રને માત્ર ખોટી વાતોને લઈને જ ચર્ચામાં ચાલી રહ્યું છે. ફિલ્મના ટ્રેલરને લાઈકથી વધારે ડિસલાઈક મળી રહી છે. તેમની પુત્રી આલિયા અને પત્ની સોની રાજદાનને પણ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here