સુશાંત કેસનું સત્ય સામે આવે તો કેટલાક લોકોની પોલ ખુલી જશેઃ અક્ષરા સિંહ

0
17
Share
Share

મુંબઈ,તા.૨૦

અભિનેતા સુશાંતસિંહ રાજપૂત કેસમાં છેલ્લા કેટલાક દિવસોથી નવી નવી વસ્તુઓ સામે આવી રહી છે. પહેલા એમ્સ દ્વારા પોતાના રિપોર્ટમાં હત્યાના એંગલને દૂર કરીને તેને આત્મહત્યા ગણાવી હતી. તેના પછી સમાચાર મળ્યા કે સીબીઆઈ હજુ સુશાંત કેસને બંધ કહી રહી છે. પરંતુ પછી સીબીઆઈએ ઔપચારિક નિવેદન આપી કહ્યું કે કેસ વિશે જે પણ સમાચાર મળી રહ્યા છે તે ખોટા છે. આ વચ્ચે હવે ભોજપૂરી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી અક્ષરા સિંહે એક ખાનગી ચેનલને ઈન્ટરવ્યું આપતા જણાવ્યું હતું કે સુશાંત કેસમાં કેટલાક મોટા નામ સામે આવી શકે છે. એટલા માટે તે કેસને દબાવવામાં આવી રહ્યો છે.

અક્ષરાએ પોતાના નિવેદનમાં કહ્યું કે સમગ્ર ભારત જાણે છે કે સુશાંત કેસની હકીકત શું છે. પરંતુ તો પણ તેને દબાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કારણ કે જો તેનું સત્ય સામે આવે તો કેટલાક લોકોની પોલ ખુલી જશે. તેણે વધુમાં જણાવ્યું હતું કે આ એક હત્યા છે તે દરેક જાણે છે. પરંતુ તો પણ મૌન છે અને લોકોને ભટકાવી રહ્યા છે. આપણે બધા આટલા સમયથી સુશાંત કેસમાં ન્યાયની માગ કરી રહ્યા છીએ.

તો એમ કેમ સુશાંતનો કેસ બંધ થઈ જાય. આપણે સુશાંતસિંહ રાજપૂત માટે ન્યાય જોઈએ અને તે આપણે લઈને જ રહીશું. સુશાંતસિંહ કેસમાં તેને ન્યાય અપાવવા માટે કેટલાક ભોજપૂરી ઈન્ડસ્ટ્રીના સેલિબ્રિટીઓ સામે આવી ચૂક્યા છે. આ સેલિબ્રિટીઓમાં અક્ષરાસિંહ, પવનસિંહ, નિરહૂઆ અને બીજેપી સાંસદ રવિ કિશન અને મનોજ તિવારીનું નામ પણ સામેલ છે. રવિ કિશને આ મામલાને સંસદમાં પણ ઉઠાવ્યો હતો. જેના કારણે તેની અને જયા બચ્ચનની વચ્ચે મોટો વિવાદ થઈ ગયો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here