સુશાંત કેસઃ હવે શ્રીલંકા પણ લાગ્યા ન્યાયની માગ કરતા પોસ્ટર, ફોટો વાયરલ

0
19
Share
Share

મુંબઈ,તા.૧૦

બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે આ દુનિયાને વિદાય આપ્યાને અંદાજીત ૪ મહિના થઈ ચૂક્યા છે. જો કે અભિનેતાના મોતનું રહસ્ય હજુ પણ જાણી શકાયું નથી. દેશની ત્રણ મોટી તપાસ એજન્સીઓ સુશાંતના મોતની પાછળના રહસ્યોને જાણવાના પ્રયત્નો સતત કરી રહી છે. સુશાંત મામલામાં સીબીઆઈની તપાસમાં માગ પહેલાથી કરતી રહેલી શ્વેતાસિંહ કીર્તિએ આ મુદ્દાને સોશિયલ મીડિયા ઉપર જોર શોરથી ઉઠાવ્યો હતો. તે હાલ પણ સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય છે.

હાલ પણ તે જસ્ટિસ ફોર સુશાંતના કેમ્પેઈનને લીડ કરી રહી છે. શનિવારે તેણે સોશિયલ મીડિયા ઉપર કેટલાક ફોટો શેર કર્યા હતા. જે શ્રીલંકામાં પાડવામાં આવ્યા છે. આ ફોટોમાં કેટલાક પોસ્ટર નજરે પડી રહ્યા છે. જેમાં સુશાંતને ન્યાય અપવવાની માગ કરવામાં આવી છે. શ્વેતાએ આ પહેલા અલગ અલગ દેશો અને શહેરોમાં લગાવવામાં આવેલા આ પ્રકારના કેટલાક ફોટો શેર કર્યા હતા.જ્યાં સુધી આ ફોટોની વાત છે તો આ ફોટોના કેપ્શનમાં તેણે લખ્યુ હતું કે,

‘આભાર શ્રીલંકા’. આ મામલામાં સુશાંતને ડ્રગ્સ આપવાના આરોપમાં ધરપકડ કરાયેલ રિયા ચક્રવર્તી છેલ્લા દિવસોમાં જેલમાંથી બહાર નીકળી છે. છેલ્લા એક મહિનાથી રિયા ભાયખલા જેલમાં બંધ હતી. પરંતુ હાલમાં જ હાઈકોર્ટે તેને જમાનત ઉપર કેટલીક શર્તોની સાથે છુટી કરી છે. એનસીબી સુશાંત મામલામાં ડ્રગ્સને લઈને સતત તપાસ કરવામાં આવી રહી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here