સુશાંત કેસઃ શ્રુતિ મોદીની પૂછપરછ કરનાર ટીમના અધિકારી કોરોના પોઝિટિવ

0
18
Share
Share

મુંબઇ,તા.૧૬

સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં ડ્રગ એંગલ સામે આવ્યા પછી તપાસમાં ઘણી ગતી જોવા મળી રહી છે. પહેલા આ મામલામાં રિયા ચક્રવર્તી અને શૌવિક ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે. અને બુધવારે શ્રુતિ મોદી એનસીબી ઓફિસ પહોંચી હતી પૂછપરછ માટે.

શ્રુતિ મોદીને આ મામલામાં સમન્સ મોકવામાં આવ્યું હતું. પરંતુ તેને પરત મોકલી દેવામાં આવી છે. કારણ કે શ્રુતિ મોદીની પૂછપરછ કરી રહેલી ટીમમાં એક અધિકારીને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેના પગલે શ્રુતિ મોદીને પરત મોકલી દેવામાં આવી છે. શ્રુતિ મોદીને ફરી સમન્સ મોકલી એનસીબી પૂછપરછ માટે બોલાવશે.

જણાવી દઈએ કે રિયાની જયા શાહ સાથે ડ્રગ ચેટ પણ ઈડીને મળી હતી. બંનેની વાત કરીએ તો શ્રુતિ મોદી રિયાની પૂર્વ મેનેજર છે. જયા શાહ સુશાંત, રિયા અને શૌવિકની નજીકની છે. જયા શાહે ઈડીની પૂછપરછમાં પણ કબુલાત કરી હતી કે તે પોતે સીબીડી ઓઈલનું સેવન કરતી હતી. અને તેણે સુશાંતને પણ તણાવથી દૂર રહેવા માટે સીબીડી ઓઈલનો ઉપયોગ કરવા સલાહ આપી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here