સુશાંત કેસઃ આજતક, ઝી ન્યૂઝ સહિત ૪ ચેનલોને માફી માગવા NBAનો આદેશ

0
22
Share
Share

મુંબઈ,તા.૨૬

સુશાંતસિંહ રાજપૂત કેસમાં બિનસંવેદનશીલ અને બેજવાબદારીભર્યું રિપોર્ટિંગ કરવા માટે નેશનલ બ્રોડકાસ્ટિંગ ઓથોરિટી દ્વારા ૪ ન્યૂઝ ચેનલો આજતક, ઝી ન્યૂઝ, ન્યૂઝ ૨૪ અને ઇન્ડિયા ટીવીને માફી માંગવાના તેના અગાઉના આદેશનું પાલન કરવા આદેશ આવ્યો છે. એનબીએ દ્વારા આજતકને ૨૭ ઑક્ટોબરના રોજ રાત્રે ૮ કલાકે તેની ચેનલ પર યોગ્ય શબ્દોમાં માફી પ્રસારિત કરવા ફરમાન કરાયું છે.

આ મામલે આજતકને રૂ.૧ લાખનો દંડ પણ કરાયો છે. એનબીએ દ્વારા એવો ઉલ્લેખ કરાયો હતો કે તે રિપબ્લિક ટીવીના પત્રકારત્વને માન્ય રાખતું નથી. તાજેતરમાં રિપબ્લિક ટીવીનું બોગસ ટીઆરપી કૌભાંડમાં બહાર આવ્યું હતું. નેશનલ બ્રોડકાસ્ટિંગ ઓથોરિટીએ કહ્યું કે ઝેર ઓકતા અભદ્ર તેમજ તર્કહીન અહેવાલો અને બિનતાર્કીક પત્રકારત્વને માન્ય રાખતું નથી. બીજીબાજુ ટીઆરપી કૌભાંડમાં મુંબઇ પોલીસે શનિવારે ત્રણ ટીવી ચેનલો રિપબ્લિક ટીવી,

મહામુવીઝ અને ન્યૂઝ નેશનનાં માલિકો અને ડિરેકટર્સને દોષિત ગણાવ્યા હતા. એનબીએ દ્વારા આજતકને ન્યૂઝ પ્રસારિત કરવામાં ત્રણ વખત નિયમોનો ભંગ કરવા માટે ૨૮, ૨૯, અને ૩૦ એમ ત્રણ દિવસ જ્યારે ન્યૂઝને ૨૭ ઑક્ટોબરે તથા ઇન્ડિયા ટીવીને ૨૭ ઓક્ટોબરે જાહેરમાં માફી માંગવા આદેશ અપાયો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here